વડોદરા : CCTV : જ્વેલર્સના શો રૂમમાંથી 9.50 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી.

0
6
તસ્કરો લોખંડના હથિયાર સાથે આવ્યા હતા.
(તસ્કરો લોખંડના હથિયાર સાથે આવ્યા હતા.)
વડોદરામાં તસ્કરોએ દીવાળી મનાવી છે. જેમાં સંયાજીગંજ વિસ્તારમાં આવેલા એસ કુમાર જવેલર્સમાં તસ્કરોએ ચોરી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આજે વહેલી સવારે તસ્કરો શો રૂમમાં પ્રવેશ્યા હતા. તસ્કરો શો રૂમમાંથી 22 કિલો ચાંદીના દાગીના અને 22 ગ્રામના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. શો રૂમમાંથી કુલ 9.50 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. સીસીટીવીમાં બે તસ્કરો કેદ થઈ ગયા છે. શો રૂમ માલિકની ફરિયાદ આધારે પોલીસે ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી છે. આ ચોરીમાં ચદ્દર ગેંગનો હાથ હોવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે.
સોના-ચાંદીના દાગીના બેગમાં ભરી તસ્કરો ફરાર થઈ ગયા.
(સોના-ચાંદીના દાગીના બેગમાં ભરી તસ્કરો ફરાર થઈ ગયા.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here