Home વડોદરા વડોદરા : પરપ્રાંતિયોને વતન મોકલવા માટે 9 ચેકપોસ્ટ બનાવાઇ, સ્ક્રિનિંગ કર્યાં બાદ...

વડોદરા : પરપ્રાંતિયોને વતન મોકલવા માટે 9 ચેકપોસ્ટ બનાવાઇ, સ્ક્રિનિંગ કર્યાં બાદ જ જવા દેવામાં આવશે

0
9

વડોદરા. કોરોના વાઈરસના લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિયોને ઇ-પાસ આપીને ઘરે મોકલવા માટે 9 ચેકપોસ્ટ બનાવવામાં આવી છે, આ ચેકપોસ્ટ પર પોલીસ, રેવન્યુ અને આરોગ્યની ટીમ તૈનાત રહેશે. જ્યાં સ્ક્રિનિંગ બાદ જ પરપ્રાંતિય મજૂરો, શ્રમિકો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ પોતાના વતન તરફ દેવામાં આવશે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી ઇ-પાસ મેળવવાનો રહેશે. જેના માટે વડોદરા જિલ્લા કલેક્ટરે જિલ્લા અને તાલુકા નોડલ ઓફિસર્સની નિમણૂક કરી છે. વડોદરા જિલ્લા નોડલ ઓફિસર તરીકે ડેપ્યુટી કલેક્ટર આર.પી. જોશીની નિમણૂક કરવામાં આવી છે.

પરપ્રાંતિયો માટે ખાસ કંટ્રોલ રૂમ ઉભો કરાયો

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારત સરકારની સૂચના પ્રમાણે બીજા રાજ્યના સ્ટુડન્ટ, યાત્રાળુ, પ્રવાસીઓને તેમના રાજ્યમાં મોકલવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને ગુજરાત સરકારે પણ અન્ય રાજ્યોના નોડલ ઓફિસર્સની નિમણૂંક કરી છે. વડોદરા જિલ્લામાં પણ ઇ-પાસ સિસ્ટમની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ લોકો ઓનલાઇન પાસ અરજી કરી શકે છે. તેમના એક કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે.

ઇ-પાસ સહિતની પૂછપરછ 1077 નંબર પર કરી શકશે

કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, દરેક રાજ્ય માટેના નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીનું સંચાલન ડેપ્યુટી કલેક્ટર કક્ષાના ઓફિસર કરી રહ્યા છે. તેની સાથે સાથે 1077 નંબર પર પૂછપરછ કરી શકે છે. આ લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ માટે દરેક સીએચસી, પીએચસી અને અર્બન હેલ્થ સેન્ટર્સ ઉપર સૂચના આપવામાં આવી છે. વડોદરામાં તંત્રએ 9 ચેક પોસ્ટ બનાવીને ચેક પોસ્ટ ઉપર પોલીસ, રેવન્યુ અને આરોગ્યની ટીમ રહેશે તૈનાત કરવામાં આવી છે, ત્યાં સ્ક્રિનિંગ કરવામાં આવશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App