પ્રહલાદનગરના સાર્થક બંગલોમાં 1 લાખથી વધારે રોકડ રકમ સાથે 9 જુગારી ઝડપાયા.

0
5

અમદાવાદ. શહેરના પોશ વિસ્તાર પ્રહલાદનગરમાં આવેલા સાર્થક બંગલોના મકાન નંબર 8માં જુગાર રમાતો હોવાની પ્રિવેન્સન્સ ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)ને બાતમી મળી હતી. જેથી PCB ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં સાતમ આઠમનો જુગાર રમતા 9 જુગારીઓ ઝડપાયા હતા. જ્યારે જુગાર રમાડતો શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસે તેમની પાસેથી રોકડા 1 લાખ 2 હજાર અને 10 મોબાઈલ મળીને કુલ રૂ. 362000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જન્માષ્ઠમી પર્વ પર જુગાર રમાતો હોવાથી ગુના નિવારણ શાખા એક્ટિવ છે

હાલ શ્રાવણ માસમાં જન્માષ્ઠમી પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે શહેરમાં જુગારીઓને પકડીને જુગાર રોકવા અમદાવાદ પોલીસની ગુનાનિવારણ શાખા એક્ટિવ છે. ત્યારે સમર્થ બંગલોઝના 8 નંબરના મકાનમાં મહીપાલસિંહ ચૌહાણ નામનો એલીયન્સ હોસ્પિટાલિટી સર્વિસ નામે પેઈંગ ગેસ્ટ (PG) ચલાવતો શખ્સ જુગાર રમડતો હોવાની બાતમી મળી હતી. બાતમીને આધારે આજે PCB ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર (PI) એ. ડી. ચાવડાએ સ્ટાફ સાથે જુગાર પર રેડ કરી હતી. જેમાં 9 જુગારીઓને જુગાર રમતા રંગેહાથ પકડ્યા હતા. તમામ સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓ

1. ચિરાગ નવનીતભાઈ ઠક્કર, રહે- બી/306, રાહુલ ટાવર, આનંદનગર ગ્લોરિયા હોટલ સામે આનંદનગર અમદાવાદ
2. ભૈતિક દિલીપભાઈ સંઘવી રહે- ડી/48, શિવધારા એપાર્ટમેન્ટ, થલતેજ ગામ, અમદાવાદ
3. સચિન મનુભાઈ ચૌધરી, રહે- એ/13, શુકન-2 ટાવર, રામદેવનગર ટેકરા પાસે, અમદાવાદ
4. સુરજ ઉર્ફે રવિભાઈ પુનાભાઈ ઠક્કર, રહે- એફ/4. 103, આર્યવિલા એપાર્ટમેન્ટ, રાણીપ
5. અલ્કેશભાઈ સુરેશભાઈ ઠક્કર, રહે-10, શ્યામસુંદર બંગલોઝ, આનંદનગર રોડ, અમદાવાદ
6. સચિન મનુભાઈ ચૌધરી. રહે- મકાન નંબર-35, ઉત્તર ગુજરાત સોસાયટી વિભાગ-1, અસારવા, અમદાવાદ
7. અંકિત કાનજીભાઈ ઠક્કર, રહે- એફ/42, સંકિત ટાવર, સેટેલાઈટ, અમદાવાદ
8. ભુમિલ ધીરેનભાઈ અરડા, રહે- એ/3/93, ઓચિન ગ્રીનફિલ્ડ ફ્લેટ, એપલવુડ ટાઉનશીપ, સનાથલ, અમદાવાદ
9. હરેશકુમાર રમેશલાલ ઠક્કર, રહે- એ 402, અવધ રેસિડેન્સી, જીવરાજપાર્ક પોલીસ ચોકી સામે, અમદાવાદ

માધુપુરામાં પણ જુગારીઓ ઝડપાયા

શહેરના માધુપુરા વિસ્તારમાં માધુપુરા પોલીસે ઓફિસમાં જુગાર રમતા 13 જુગારીઓને ઝડપી પાડ્યા છે. મોહસીન શેખ નામનો ઈસમ પોતાની ઓફિસમાં જ જુગાર રમતા લોકોને બોલાવીને જુગાર રમાડતો હતો. પોલીસે તેમની પાસેથી રૂ. 1,32,210નો મુદ્દામાલ કબ્જે કરી જુગારનો ગુનો નો્ધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.