ભાવનગર જિલ્લાના અલંગ પંથકના મણાર ગામે અને મહુવાના જનતા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા કુલ ૯ શખ્સોને અલંગ અને મહુવા પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો પ્રમાણે તળાજા તાલુકાના મણાર યાર્ડ પ્લોટ નં.૯ની સામે જાહેરમાં જુગાર રમતા મનોજ રામેશ્વર રામ (રહે.મણાર), દીલીપ સેવક સહાની (સોસીયા) અને દશરથ ધરની હેમરામ (રહે.મણાર)ને અલંગ પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો હતો. જ્યારે મહુવાના જનતાપ્લોટ પાટા વિસ્તાર દોરડાના કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા ભાવેશ ઠાકરશીભાઈ બારૈયા, અજય ઓઘડભાઈ ગોહિલ, ભરત જાદુભાઈ મકવાણા, શૈલેષ બીજલભાઈ ચાવડા, લાખુબેન કરશનભાઈ બારૈયા અને સંગીતાબેન મુકેશભાઈ ડોળાશીયા (તમામ રહે. મહુવા)ને મહુવા પોલીસે કુલ રૂ.૧૭,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.