ઈરાનના જપ્ત ટેન્કરમાં સવાર 9 ભારતીય ક્રૂ સભ્યોને મુક્ત કરાયા

0
14

તા. 27 જુલાઈ 2019 શનિવાર

ઈરાનના ટેન્કર એમટી રિઆહ પર સવાર 12 ભારતીય ક્રૂ સભ્યોમાંથી 9ને મુક્ત કરી દેવાયા છે. ઈરાને આ ટેન્કરને હોરમુજ ખાડીમાંથી 13 જુલાઈએ જપ્ત કર્યા હતા. આ સાથે આની પર વધુ બે અન્ય જહાજો પર સવાર 45 ભારતીયોને મુક્ત કરાવવાના પ્રયત્ન ચાલુ છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ કે ટેન્કર એમટી રિઆહની સાથે 12 ભારતીય ક્રૂ સભ્યોને ઈરાની કોસ્ટ ગાર્ડે 13 જુલાઈએ ધરપકડ કરી હતી. ક્રૂ ના 9 સભ્યોને મુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ ભારત જલ્દી જ પહોંચશે.

તેમણે કહ્યુ, ઈરાનમાં અમારા મિશન સંબંધિત ઈરાની અધિકારીઓ સાથે બાકીના ક્રૂ સભ્યોને મુક્ત કરવાનો આગ્રહ કર્યો છે. એમટી રિઆહ પર બાકીના ત્રણ સભ્યો સિવાય, 18 ભારતીય અત્યારે પણ બ્રિટીશ ઑઈલ ટેન્કર સ્ટેના ઈમ્પેરો પર સવાર છે. સ્ટેના ઈમ્પેરોને ગત અઠવાડિયે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડે હોરમુજ ખાડીમાંથી જપ્ત કર્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here