રાજકોટ : કોરોનાથી 9ના મોત, પોઝિટિવ કેસની સંખ્યા 7497 પર પહોંચી, 840 સારવાર હેઠળ

0
6

રાજકોટમાં કોરોનાથી 9 લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 7497 પર પહોંચી છે. જેમાંથી 840 લોકો રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બુધવારે રાજકોટમાં 94 લોકો કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. બીજી તરફ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. રાજકોટ શહેરમાં 59 અને જિલ્લામાં 224 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન છે.

શહેરમાં 59 સોસાયટી કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ
રાજકોટ શહેરમાં નવા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં રૈયારોડ પર રાજહંસ સોસાયટી, વૈશાલીનગર, થોરાળા સર્વોદય સોસાયટી, કોઠારિયા રોડ પર બાલાજી પાર્ક, કેકેવી હોલ પાસે ન્યૂ કોલેજવાડી, નારાયણનગરમાં અભિરામ સોસાયટી, યુનિ. રોડ પર ભીડભંજન સોસાયટી, સંતકબીર રોડ પર ગઢિયાનગરને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરતા હાલ શહેરમાં 59 સોસાયટી કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ છે.

રાજકોટ જિલ્લામાં 224 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હેઠળ
જિલ્લામાં 224 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે છે તેમાં ઉકરડા ગામ, જેતલસર ગામ, કમળાપુર ગામ, વીંછિયા સત્યજીત સોસાયટી, મોટા ભાદરા, ઉપલેટા આદર્શ સોસાયટી, ગોંડલ યોગીનગર નવા માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં કુલ 7499 કેસ નોંધાયા છે જેમાંથી 840 સારવાર હેઠળ છે અને જિલ્લામાં કુલ કેસ 3444 થયા છે જેમાંથી 326 એક્ટિવ કેસ છે.

ખોડલધામ મંદિરની આરતી ભક્તો ઘરે બેઠા LIVE જોઈ શકશે
નવરાત્રિના પ્રથમ નોરતે ખોડલધામ ખોડિયાર માતાજીની આરતી ભક્તો ઘરે બેઠા લાઈવ જોઈ શકશે. ખોડલધામના ફેસબૂક અકાઉન્ટ પર, યુટ્યુબ ચેનલ અને વેબસાઈટ પર સાંજે 6.30 વાગ્યે આરતીનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. નવી ગાઈડલાઈન મુજબ ધ્વજારોહણમાં પણ માત્ર 100 જ વ્યક્તિ હાજર રહી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here