Categories
જીવનશૈલી વિશ્વ

એર પોલ્યુશનને લીધે 9 વર્ષની એલાએ જીવ ગુમાવ્યો, દુનિયામાં પ્રથમવાર આવો કેસ આવ્યો

બ્રિટનની એક હાઈકોર્ટે એલા(9) નામની બાળકીના મૃત્યુ માટે વધતું જતું પ્રદૂષણ જવાબદાર ગણાવ્યું છે. દુનિયામાં આવો પ્રથમ કેસ સામે આવ્યો છે. બાળકીના મૃત્યુની સમીક્ષા કરનારા ફિલિપ બાર્લોના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2013માં લંડનમાં રહેતી એલાના મૃત્યુનું એક કારણ વાયુ પ્રદૂષણ હતું. એલાની બીમારી પાછળનું કારણ ઘર પાસેની ખરાબ ક્વોલિટી જવાબદાર હતી. એલાનું ઘર લંડનમાં એક વ્યસ્ત રસ્તાની નજીક હતું.

ક્યારે શું થયું? પોઈન્ટ-ટુ-પોઈન્ટ સમજો

સાઉથઇસ્ટ લંડનમાં રહેતી એલાનું મૃત્યુ ફેબ્રુઆરી, 2013માં અસ્થમાને લીધે ગંભીર અટેકને લીધે થયું હતું.

તેને ઘણીવાર કાર્ડિયાક અટેક આવ્યા હતા અને તેને શ્વાસ લેવાની તકલીફ હતી.

મૃત્યુ પહેલાં આવેલા રિપોર્ટમાં ખબર પડી ગઈ હતી કે એલાએ એર પોલ્યુશન અને અસ્થમાને લીધે દુનિયાને અલવિદા કહ્યું.

2010થી 2013 દરમિયાન બીમારી વધતી ગઈ.

બ્રિટિશ લંગ ફાઉન્ડેશનનું કહેવું છે કે, એલા દુનિયાની પ્રથમ એવી વ્યક્તિ છે જેનું મૃત્યુ એર પોલ્યુશનને લીધે થયું. એર પોલ્યુશનને લીધે અસ્થમાની અસર વધી ગઈ.

2010થી 2013 દરમિયાન એલાની તબિયત વધારે નાજુક થઈ ગઈ. ઝેરી હવામાં વધી રહેલા નાઈટ્રોજન ઓક્સાઈડ અને પીએમ પાર્ટિકલ્સની એલા પર ખરાબ અસર થઈ અને તેને જીવ ગુમાવવો પડ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *