સુરત : 9 વર્ષના વિદ્યાર્થીએ PMનો સ્કેચ બનાવી મોકલ્યો : મોદીએ પત્ર લખી પ્રશંસા કરી.

0
7

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં રહેતા 9 વર્ષના વિદ્યાર્થી પાર્થ ગાંધીએ PM મોદીનો કેનવાસ પર સ્કેચ બનાવ્યો હતો. ત્યારબાદ તેને મોદીને મોકલ્યો હતો. મોદીને સ્કેચ મળ્યા બાદ પાર્થને પત્ર લખ્યો હતો. જેમાં મોદીએ પાર્થના સ્કેચની પ્રશંસા કરી હતી.

દીકરાના સ્કેચને જોઈને પરિવાર પણ ખુશ થઈ ગયું

મહિધરપુરા વિસ્તારમાં ગાંધી પરિવાર રહે છે. કોરોનાના મહામારીને લઈને બાળકો ઘરે જ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આ ગાંધી પરિવારના 9 વર્ષના પાર્થે લોકડાઉનમાં સ્કેચમાં હાથ અજમાવ્યો હતો. જેમાં સફળતા મળી હતી અને પાર્થે વડાપ્રધાન મોદીનો કેનવાસ પર સ્કેચ બનાવ્યો હતો. દીકરાના સ્કેચને જોઈને પરિવાર પણ ખુશ થઈ ગયું હતું અને સોસાયટીમાં પણ બતાવતા પ્રશંસા કરવામાં આવી હતી.

પાર્થે ઘણી સેલિબ્રિટીઓના પણ સ્કેચ બનાવ્યા છે.
પાર્થે ઘણી સેલિબ્રિટીઓના પણ સ્કેચ બનાવ્યા છે.

 

પત્રમાં મોદીએ લખ્યું-ભવિષ્યમાં સફળતાની નવી ઊંચાઈએ પહોંચશો

પાર્થે બનાવેલા સ્કેચને જોઈને પાડોશીએ મોદીના સ્કેચને મોદીને જ મોકલવા પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારબાદ સ્કેચને વડાપ્રધાન મોદીને મોકલવામાં આવ્યું હતું. સ્કેચ મળ્યા બાદ પાર્થને એક પત્ર લખ્યો હતો. જેમાં પાર્થની પ્રશંસા કરતા મોદીએ લખ્યું હતું કે, તમારી પાસે કેનવાસ પર કલ્પનાઓ મુકવાની અધભૂત ક્ષમતા છે. તમે ભવિષ્યમાં સફળતાની નવી ઊંચાઈએ પહોંચશો.

લોકડાઉનના સમયનો ઉપયોગ કરી પોતાની અંદર રહેલી પ્રતિભા પાર્થ બહાર લાવ્યો.
લોકડાઉનના સમયનો ઉપયોગ કરી પોતાની અંદર રહેલી પ્રતિભા પાર્થ બહાર લાવ્યો.

 

પાર્થ કોઈ ક્લાસમાં ગયો નથી, જાતે શીખ્યો છેઃ માતા નિમિષા

પાર્થ ગાંધીના પિતા મેહુલ ગાંધી લુમ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાર્થે બનાવેલા સ્કેચની પ્રશંસા કરતા મોદીના પત્રને લઈને ગાંધી પરિવારમાં ખુશી છવાઈ ગઈ છે. માતા નિમિષાએ જણાવ્યું હતું કે, પાર્થ કોઈ ક્લાસમાં ગયો નથી. તે આ બધુ તેની જાતે જ શીખી રહ્યો છે. સોશિયલ સાઈટ્સ પરથી શીખી ટૂલ્સ લાવવા કહે છે તે લાવી આપીએ છીએ. અમારા પરિવારમાંથી કોઈએ આવું કર્યું પણ નથી અને મોદીએ પ્રશંસા કરી હોવાથી ખૂબ જ ખુશી થાય છે.

પાર્થ સોશિયલ સાઈટ્સ પરથી સ્કેચ બનાવતા શીખ્યો.
પાર્થ સોશિયલ સાઈટ્સ પરથી સ્કેચ બનાવતા શીખ્યો.

 

તમારો શોખ હોય તેમાં જ આગળ વધોઃ પાર્થ

પાર્થે જણાવ્યું હતું કે, લોકડાઉનમાં ફ્રી ટાઈમ મળ્યો હતો. વિચાર આવ્યો કે વડાપ્રધાન મોદીનું પેઈન્ટિંગ બનાવું. જેથી સોશિયલ સાઈટ પરથી ફોટો લઈને તેના પરથી સ્કેચ બનાવ્યું છે. મારી ઉંમરના વિદ્યાર્થીઓને સંદેશો આપું છું કે, તમારો શોખ હોય તેમાં જ આગળ વધો. પાર્થે વડાપ્રધાન મોદી સહિત ઘણા સેલિબ્રિટીઓના પણ સ્કેચ બનાવ્યા છે. જે જોઈને લોકો પણ પ્રશંસા કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here