કોરોના : દિલ્હીમાં 90% ICU બેડ ફૂલ, સિસોદિયાએ કહ્યું- નહીં લાગે લોકડાઉન.

0
8

કોરોનાની વેક્સિન ટૂંક સમયમાં આવે તેવી અપેક્ષા છે, પરંતુ તેના કરતા ખૂબ ઝડપથી કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોના એટલી બધી હદે ફેલાઈ ગયો છે કે તંત્રના હાથ-પગ ફૂલી જવા લાગ્યા છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કહી રહ્યા છે કે દિલ્હીમાં 90 ટકા આઇસીયુ બેડ ફૂલ થઈ ગયા છે.

દિલ્હીને કેન્દ્ર તરફથી વધુ 750 આઈસીયુ બેડ મળશે

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે 250 આઇસીયુ બેડની પહેલી બેચ ટૂંક સમયમાં જ કેન્દ્રમાંથી પ્રાપ્ત થશે. તેમણે કહ્યું કે દિલ્હીને કેન્દ્રમાંથી 750 આઈસીયુ બેડ મળશે. હાલમાં, દિલ્હીમાં 26 હજાર કોરોનાથી સંક્રમિત હોમ આઇસોલેટ છે. કોરોના માટેના દિલ્હીમાં 16 હજાર બેડ છે. ભીડમાં જવાથી સંક્રમણનો ભય છે.

સિસોદિયાએ કહ્યું- દિલ્હી સરકારનો લોકડાઉન કરવાનો કોઈ ઇરાદો નથી

જ્યારે, દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હી સરકાર લોકડાઉન કરવાનો કોઈ ઇરાદો નથી. લોકડાઉન એ કોરોના સામે લડવાનો માર્ગ નથી. તેનો લડવાનો એકમાત્ર રસ્તો મેડિકલ વ્યવસ્થાપન છે. હાલમાં દિલ્હીમાં 26000 લોકો હોમ આઇસોલેશનમાં છે. અમારી પાસે 16000 બેડ છે.

કેટલાક બજારો સીલ કરવામાં આવી શકે છે

ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે હું દુકાનદારોને ખાતરી આપવા માંગુ છું, તેઓએ ડરવાની જરૂર નથી. અમારો લોકડાઉન કરવાનો કોઈ જ ઇરાદો નથી. અમે ઇચ્છીએ છીએ કે તમારી દુકાનો ખુલ્લી રહે, જો જરૂર પડે તો કેટલાક બજારો સીલ કરવામાં આવી શકે છે, જેની દરખાસ્ત કેન્દ્રને મોકલી દેવામાં આવી છે, પરંતુ અહી કોઈ પણ રીતે લોકડાઉન થશે નહીં.મનીષ સિસોદિયાએ કહ્યું કે, જ્યારે આઈસીયુ 90% બેડ ભરેલા છે ,ત્યારે અમે આ અંગે ચિંતિત છીએ. અમે કેન્દ્ર સરકાર સાથે વાત કરી હતી અને કેન્દ્ર સરકારે અમને 750 બેડ આપવાની વાત કરી હતી. આ આઈસીયુ બેડ આવતાની સાથે જ પછી આપણે આઈસીયુ બેડની ચિંતા કરવાની જરૂર નથી. દિલ્હી સરકાર કોરોનાને રોકવા માટે તમામ વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here