કોરોના ઈન્ડિયા : 1,45,354 કેસ, મૃત્યુઆંક-4,174 : મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વધુ 90 પોલીસકર્મી સંક્રમિત,

0
4

નવી દિલ્હી. દેશભરમાં કોરોનાથી 1,45,354 લોકો સંક્રમિત થયા છે અને4,174 લોકોના મોત થયા છે. સાથે જ 60,706 લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશભરમાં સૌથી વધારે 52,667 કેસ મહારાષ્ટ્રમાં છે અને અહીંયા 1,695 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો બીજા નંબરે રહેલા તમિલનાડુમાં 17,082 કેસ સામે આવ્યા છે અને 119 લોકોના મોત થયા છે. 14,468 સંક્રમિતો સાથે ગુજરાત ત્રીજા ક્રમે છે.દેશમાં સોમવારે 6414 સંક્રમિત વધ્યા હતા, 3012 લોકો સાજા પણ થયા હતા.જ્યારે 148 લોકોના મોત થયા હતા. હોસ્પિટલમાં 80 હજારથી વધારે લોકોની સારવાર ચાલી રહી છે. જેમાં સોમવારે 3254 દર્દીઓનો વધારો થયો હતો. આ આંકડાઓcovid19india.org  અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.

દેશમાં દર્દીઓનો આંકડો 1 લાખ 45 હજારને પાર કરી ગયો છે.સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવાર સવારે જાહેર કરાયેલા અપડેટ પ્રમાણે, અત્યારે દેશમાં કુલ દર્દીઓનો આંકડો 1 લાખ 45 હજાર 380 છે, જેમાંથી 4 હજાર 167 લોકોના મોત થયા છે. જેથી 60 હજારથી વધારે લોકો સાજા થયા છે. દેશમાં વધતી કોરોનાની ગતિને કારણે 24 કલાકમાં કોરોનાના 6 હજાર 535 નવા કેસ સામે આવ્યા છે અને 146 લોકોના મોત થયા છે.

 અપડેટ્સ 

  •  દિલ્હી સરકારે યાત્રિઓ માટે ગાઈડલાઈન બહાર પાડી છે. અહીંયા આવનારા યાત્રિઓએ પોતાના ફોનમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીને રાખવી પડશે. સંક્રમણના લક્ષણ નહીં હોય તો તમામ યાત્રિઓને 14 દિવસ માટે પોતે જ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવી પડશે.
  •  એરપોર્ટ ઓથોરિટી અને નોન- શિડ્યુલ્ડ પ્રાઈવેટ ઓપરેટર્સને પણ વિમાન સેવા શરૂ કરવાની મંજૂરી આપી દેવાઈ છે. જેમાં ફિક્સ્ડ વિંગ, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સામેલ છે.
  •  દિલ્હી-ગાઝિયાબાદ બોર્ડર પર ટ્રાફિક જામ થઈ ગયો છે. જો કે ગાઝિયાબાદ તંત્રએ ત્યાં વધતા કેસને ધ્યાનમાં રાખતા જિલ્લાની સરહદોને કડક રીતે સીલ કરી દીધી છે.

 5 દિવસમાં સૌથી વધારે કેસ આવ્યા 

તારીખ કેસ
24 મે 7111
23 મે 6665
22 મે 6570
19 મે 6154
21 મે 6025F

 

પાંચ રાજ્યોની સ્થિતિ

 મધ્યપ્રદેશ, સંક્રમિતઃ6859- અહીંયા સોમવારે 194 નવા કેસ  સામે આવ્યા અને 10 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃતકોનો આંકડો 300 થઈ ગયો છે. ઈન્દોરમાં 56, ભોપાલમાં 30, ઉજ્જૈનમાં 22, મુરૈનામાં 12, સાગર અને ગ્વાલિયરમાં 9-9, ખરગોનમાં 8 અને બુરહાનપુરમાં 7 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ52667 અહીંયા સોમવારે 2436 નવા સંક્રમિત મળ્યા હતા. રાજ્યમાં 60 દર્દીઓના મોત સાથે આ આંકડો 1695 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 1186 સંક્રમિતો સાજા પણ થયા છે. મુંબઈ 1 હજારથી પણ વધારે મોત વાળું દેશનું એક માત્ર શહેર બની ગયું છે. અહીંયા કોરોના સંક્રમિતોના ફેફસાનો એક્સ રે કરવામાં આવશે. ચીનમાં પણ આ ટેકનીટક અપનાવવામાં આવી હતી.

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ6497- રાજ્યમાં સોમવારે 229 નવા દર્દી વધ્યા છે. અહીંયા કોરોનાથી 169 લોકોના સારવાર બાદ મોત થયા છે. 360 દર્દીઓ સાજા થયા છે. એટલે કે અત્યાર સુધી 56.6 ટકા દર્દી સાજા થયા છે 2668ની સારવાર ચાલી રહી છે.  

રાજસ્થાન, સંક્રમિતઃ7300- અહીંયા સોમવારે સંક્રમણના 272 કેસ સામે આવ્યા હતા. જેમાં પાલીમાં 50, સીકરમાં 44, જોધપુરમાં 47, નાગૌરમાં 48, જયપુરમાં 13, ચુરુમાં 17, ઉદેયપુરમાં 12 અને સિરોહીમાં 9 દર્દી મળ્યા હતા.

બિહાર, સંક્રમિતઃ 2737 અહીંયા સોમવારે 163 સંક્રમિત મળ્યા હતા. જેમાંથી સહરસામાં 21, બેગુસરાયમાં 17, દરભંગામાં 13,પટના, કટિહાર અને સીતામઢીમાં 11-11 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો બીજી બાજું વૈશાલી અને ઔરંગાબાદમાં 9-9 સંક્રમિત વધ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 733 લોકો સાજા થયા છે અને 13 લોકોના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here