Thursday, August 5, 2021
No menu items!
Homeચીનના સૌથી મોટા પરમાણુ સેન્ટરમાં 90 વિજ્ઞાનીનાં રાજીનામાં, સરકાર પર દબાણ લાવવા,...
Array

ચીનના સૌથી મોટા પરમાણુ સેન્ટરમાં 90 વિજ્ઞાનીનાં રાજીનામાં, સરકાર પર દબાણ લાવવા, સુવિધા ન આપવાનો આરોપ મૂક્યો

બેઈજિંગ. ચીનના સૌથી મોટા રિસર્ચ સેન્ટર ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર એનર્જી સેફ્ટી ટેક્નોલોજી (આઇનેસ્ટ)માંથી ગુરુવારે 90 પરમાણુ વિજ્ઞાનીઓએ રાજીનામાં આપી દીધાં હતાં. આશરે 500 સભ્યો સાથે કામ કરી રહેલી આ સંસ્થામાં ગત વર્ષે 200 વિજ્ઞાનીઓનાં રાજીનામાં બાદ અહીં હવે 100થી પણ ઓછા લોકો રહી ગયા છે. સ્થિતિ એવી છે કે તેનું સંચાલન પણ હવે મુશ્કેલીથી થઈ રહ્યું છે.

વિજ્ઞાનીઓનાં રાજીનામાંનાં અનેક કારણો જણાવાઈ રહ્યાં છે પણ સૌથી મુખ્ય આરોપ એ છે કે ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી આ સંસ્થા પર સંપૂર્ણપણે કબજો કરી દબાણ હેઠળ કામ કરાવવા માગે છે. જૂનમાં આઈનેસ્ટમાં કામ કરનારા લોકોનો પોતાની પેરેન્ટિંગ સંસ્થા સાથે વિવાદ થયો હતો. તે ઉપરાંત અહીં વિજ્ઞાનીઓએ ન તો જરૂરી સંસાધન અને સુવિધાઓ અપાઈ રહી છે અને ન તો કામને લઈને ફ્રી હેન્ડ.

ખરેખર આઈનેસ્ટ હેફી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિજિકલ સાયન્સના નિર્દેશ પર કામ કરે છે. તેને ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સના નામે પણ ઓળખાય છે. આઈનેસ્ટ ચીનની એક મહત્ત્વપૂર્ણ સંસ્થાઓમાં સામેલ છે જે અત્યાર સુધી 200થી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં ભાગ લઈ ચૂકી છે. તેમાં 80 ટકા વિજ્ઞાનીઓ પીએચડી કરેલા છે.

સૂત્રો કહે છે કે આઈનેસ્ટ ફંડના અભાવને લીધે પ્રોજેક્ટ મેળવી શકી રહ્યું નહોતું, જ્યારે વિજ્ઞાનીઓ પર પ્રાઈવેટ કંપનીઓની પણ નજર હતી. ચીને 1950માં પરમાણુ કાર્યક્રમ શરૂ કર્યો હતો. તેની પાસે હાલ 300થી વધુ પરમાણુ હથિયાર છે. તેની વિસ્તારવાદી નીતિ વિરુદ્ધ અમેરિકા, બ્રિટન, જાપાન, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશ એકજૂટ થઇને પડકાર ફેંકી રહ્યા છે. એવામાં હુમલાની સ્થિતિમાં ચીનના રાષ્ટ્રપતિ પાસે એટમી હુમલાનો આદેશ આપવાનો અધિકાર પણ નથી. આ અધિકાર હાલ પાર્ટીના પોલિટ બ્યૂરો પાસે છે. ચીનની અનેક થિન્ક ટેન્ક માને છે કે શી જિનપિંગ બે મોરચે લડી રહ્યા છે. દેશની અંદર અને દેશની બહાર. વિશ્વમંચ વિરુદ્ધ મોરચો માંડવા માટે તે દેશની અંદર પણ પોતાની સરહદો પર અતિક્રમણ કરી બેસે છે. આ રાજીનામાં આ પ્રકારના દબાણનું જ પરિણામ છે.

ચીન વિજ્ઞાનનું પાવરહાઉસ બને એટલા માટે 16 હજાર વિજ્ઞાનીએ યુએસ છોડ્યું હતું

ચીનમાં સરકારની અપીલ પર ગત વર્ષે અમેરિકા અને યુરોપમાં કામ કરી રહેલા 16 હજારથી વધુ વિજ્ઞાનીઓ ચીન પાછા ફરી ગયા હતા, જેથી તે દેશને વિજ્ઞાનનું પાવરહાઉસ બનાવી શકે. આ વિજ્ઞાનીઓને સરકારે ભરોસો અપાવ્યો હતો કે તેમને તે તમામ મૂળભૂત સુવિધાઓ અપાશે જે વિદેશોમાં મળે છે. પણ અહીં આવ્યા પછી તેમનો ભ્રમ તૂટી ગયો. આઈનેસ્ટના વિજ્ઞાનીઓનાં આટલી મોટી સંખ્યામાં રાજીનામાંનું કારણ પણ તેને જ મનાઈ રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments