Monday, September 20, 2021
Homeરાજકોટમાં 900 લોકોને વેક્સિન અપાશે, આરોગ્યકર્મીઓએ આડ અસર થાય તો વીમો આપવા...
Array

રાજકોટમાં 900 લોકોને વેક્સિન અપાશે, આરોગ્યકર્મીઓએ આડ અસર થાય તો વીમો આપવા માંગ

જે કોવિડ વેક્સિનની આપણે સૌ આતૂરતાથી રાહ જોઈ રહ્યાં હતા. તે વેક્સિન આપવાનું આજથી શરૂ કરવામાં આવશે. રાજકોટમાં આજે 900 લોકોને વેક્સિન આપવામાં આવશે. આજે આરોગ્ય વિભાગના કર્મચારીઓ, 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને અને કોમોર્બિડ લોકોને વેક્સિન આપવામાં આવશે. રાજકોટમાં 6 અને જિલ્લામાં 3 સ્થળ પર વેક્સિન આપવામાં આવશે. જે લોકોને વેક્સિન આજે આપવાની છે તે લોકોને મેસેજ કરીને જાણ કરી દેવામાં આવી છે. સિવિલમાં જે વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્યાં જ વેક્સિનેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. બીજી તરફ આરોગ્ય અધિકારીઓએ માંગ કરી છે કે વેક્સિનની આડ અસર થાય તો વીમો આપવામાં આવે. આજે પીએમ મોદી વન વે સંબોધન કરશે.

આડ અસર થાય તો વીમો આપવા માંગ

આરોગ્ય વિભાગના કર્મચારીઓએ સવાલો ઉઠાવ્યાં છે કે જો રસીકરણથી કોઈ આડ અસર થાય તો વીમો મળવો જોઈએ. વેક્સિન આપવામાં આવે તે પહેલા સરકાર દ્વારા વિમો આપવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.

વેક્સિન લેવી જ જોઈએ, સરકાર વીમો આપે તેવી માંગ કરી

જણાવ્યું હતું કે વેક્સિન લેવી જોઈએ. હું સિવિલમાં 12 વર્ષથી નોકરી કરૂ છું. મારી માંગ એ છે કે વેક્સિનની આડ અસર થાય તો વીમો મળવો જોઈએ. કારણ કે હું એક વિધવા છું અને મને કંઈ થાય તો મારા પરિવારનું કોણ? અન્ય એક કોરોના વોરિયર્સે જણાવ્યું હતું કે વેક્સિન લેવી જ જોઈએ. મારી માંગ છે કે વીમો હોય તો સારૂ જેથી પાછળથી પરિવારને કામ આવે.

સ્ટાફને મોટિવેશન મળે તે માટે પ્રથમ રસી સિવિલના અધિક્ષક લેશે

સ્ટાફને મોટિવેશન મળે તે માટે પ્રથમ રસી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પંકજ બુચ લેશે. વેક્સિન અંગે કોઈ અફવા પર ધ્યાન ન આપવા પંકજ બુચે અપીલ કરી છે. જો કે રસી લેવા માટે ફ્રેન્ટલાઈન વોરિયર ઉત્સાહિત છે.

એક સેન્ટર પર 100 લોકોને વેક્સિન અપાશે

પ્રારંભિક તબક્કે શહેરમાં 10 અને જિલ્લાના 5 કેન્દ્રો હતાં. જો કે છેલ્લી ઘડીએ શહેરના 4 અને જિલ્લાના 2 વેક્સિનેશન બૂથ કેન્દ્રીય આરોગ્ય વિભાગે ઘટાડી નાખ્યા છે. આથી હવે શહેરમાં 6 અને જિલ્લાના 3 સ્થળે રસીકરણ થશે. દરેક બૂથ પર મહત્તમ 100 લોકોને સમાવાતા એક દિવસમાં 900ને રસી મળશે. આ તબક્કે હાલ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં કાર્યરત તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ આરોગ્ય કર્મચારીઓને આવરી લેવાયા છે.

તંત્રની બેરદારી, રેડ ઝોનમાં વેક્સિનેશન સેન્ટર બનાવ્યું

રાજકોટ મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. જે વિસ્તારને રેડ ઝોન જાહેર કરીને લોકોને એન્ટ્રી આપવામાં આવતી નથી. તેવા સિવિલના રેડ ઝોન વિસ્તારમાં જ વેક્સિનેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેથી તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.

રસી આપ્યા બાદ આ આડઅસર થઈ શકે છે

કોવિશિલ્ડ લીધા બાદ 10માંથી 1 વ્યક્તિને આવી આડઅસરો થઈ શકે

જ્યાં ઈંજેક્શન લાગ્યું છે ત્યાં દુ:ખાવો, સોજો, ખંજવાળ

થાક લાગવો

તબિયત ખરાબ થઈ હોય તેવું લાગવું

શરીરમાં કંપન અથવા તાવ

માથું દુ:ખવું

સાંધા અથવા માંસપેશીમાં દુ:ખાવો

રસીકરણ બાદ રીએક્શન આવે તો આ કરવું

નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલ પહોંચવું અથવા ફોન કરવો

રસી લીધા બાદ શું સમસ્યા થઈ રહી છે તે તબીબોને સ્પષ્ટ જણાવવું

આ ઉપરાંત સીરમ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયાને જાણ કરવી આ માટે 1800 1200124 પર ફોન કરવો

રસીમાં આટલી સામગ્રીનો સમાવેશ

એલ-હિસ્ટીડાઈન, એલ-હિસ્ટીડાઈન હાઈડ્રક્લોરાઈડ મોનો હાઈડ્રેડ, મેગ્નેશિયમ ક્લોરાઈડ હેક્ષાહાઈડ્રેડ, પોલીસોરબેટ 80, ઈથેનોલ, સુક્રોસ, સોડિયમ ક્લોરાઈડ, ડિસોડિયમ ઈડેટેટ હાઈડ્રેટ(ઈડીટીએ), પાણી

ત્રણ રૂમની અંદર આ રીતે કામગીરી થશે

વેઇટિંગ રૂમ-1

ડોક્યુમેન્ટ ચકાસણી

SMSનું પાલન (S-સેનિટાઇઝ, M-માસ્ક, S-ફિઝીકલ ડિસ્ટન્સ)

વેક્સિનેશન રૂમ-2

વેક્સિન આપવી

ખાસ બનાવેવા કોવિન સોફ્ટવેરમાં એન્ટ્રી

ઓબ્ઝેર્વેશન રૂમ-3

વેક્સિન આપ્યા બાદ 30 મિનીટ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે

SMSનું પાલન (S-સેનિટાઇઝ, M-માસ્ક, S-ફિઝીકલ ડિસ્ટન્સ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments