કોરોના : ઇન્ડિયા : અત્યાર સુધી 904 કેસ : ટ્રેનના ડબ્બાને આઈસોલેશન કોચમાં ફેરવાઈ રહ્યા છે, ગુજરાત, મહારાષ્ટ્રમાં 6 – 6 પોઝિટિવ કેસ

0
42
  • મેઘાલયમાં મુખ્યમંત્રી સંગમા રસ્તા પર ઉતર્યા, લોકોને સોશ્યલ ડિસ્ટેસિંગ બનાવવાની અપીલ કરી 
  • મહારાષ્ટ્રથી પ્રવાસી મજૂર હિઝરત કરી રહ્યા છે, મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું- અહીંયા રહો, અમે તમારું ધ્યાન રાખીશું

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ સંક્રમણ સામે લડવા માટે સરકાર દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. રેલવેએ ટ્રેનના ડબ્બાને જ આઈસોલેશન કોચના રૂપમાં બદલવાનું શરૂ કરી દીધું છે. જેમાં 6 બર્થ વાળા ભાગમાંથી એક બાજુમાંથી મિડિલ બર્થ અને સામે વાળા ત્રણેય બર્થ કાઢી દેવાયા છે. આના એક ભાગમાં એક દર્દીને રાખવામાં આવશે. આનાથી દરેક દર્દી વચ્ચે પૂરતું અંતર રહેશે. સીડીઓ પમ હટાવી દેવાઈ છે અને બાથરૂમ વાળા ભાગમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. દેશમાં કોરોના સંક્રમણની સારવારના 14 કેસ સામે આવ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં 6-6 અને રાજસ્થાનમાં 2 સંક્રમિત મળ્યા છે.

Coronavirus Outbreak India Live Today News Updates; Delhi Kerala Maharashtra Rajasthan Haryana Cases Novel Corona COVID 19 Death Toll

કોરોના વાઈરસ સંક્રમણના ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે 6-6 અને રાજસ્થાનમાં 2 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેશમાં અત્યાર સુધી કુલ 904 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 791 સંક્રમિત હાલ પણ હોસ્પિટલમાં છે અને 76 સ્વસ્થ થઈ ચુક્યા છે. આ આંકડો  covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સરકારના આંકડામાં હાલ સંક્રમિતોની સંખ્યા 748 થઈ છે. 66 સ્વસ્થ થઈ ચુક્યા છે. શુક્રવાર સુધી આ બિમારીથી 22 લોકોના મોત થઈ ચુક્યા છે. એક દિવસમાં સંક્રમણના સૌથી વધારે 151 કેસ શુક્રવારે જ સામે આવ્યા, 3 લોકોના મોત થયા અને 25 લોકો સ્વસ્થ થયા હતા. આ પહેલા 23 માર્ચે એક દિવસમાં 102 લોકો સંક્રમિત થયા હતા.

Coronavirus Outbreak India Live Today News Updates; Delhi Kerala Maharashtra Rajasthan Haryana Cases Novel Corona COVID 19 Death Toll

રાજ્યોની સ્થિતિ 

ઉત્તરપ્રદેશઃ કોરોના વાઈરસના કારણે દેશભરમાં 21 દિવસના લોકડાઉનનો ચોતો દિવસ છે. વાઈરસના જોખમના કારણે રોજગાર તથા ખોઈ ચુકેલા મજૂરોને હવે જમવાની ચિંતા થઈ રહી છે. મહાનગરોને છોડીને પગપાળા જ તેઓ પોતાના ગામ તરફ થઈ જવા માંડ્યા છે. ન જમવાની વ્યનસ્થા, ન રાતવાસો કરવાનું કોઈ ઠેકાણું છે. એક અજાણ્યા ભયમાં દરેક તેમના ગામ તરફ ચાલતા જઈ રહ્યા છે. ઘણા સ્થળો પર શાકભાજી મંડીથી માંડી કરિયાણાની દુકાનો પર પણ ઘણી ભીડ જોવા મળી રહી છે. તેને નિયંત્રિત કરવા પોલીસને તહેનાત કરાઈ છે.

ઝારખંડઃ કોરોના વાઈરસના કારણે 21 દિવસોના લોકડાઉનનો આજે ચોથો દિવસ છે. ઝારખંડના રાંચી, જમશેદપુર અને ધનબાદ સહિત ઘણા જિલ્લાઓમાં તેની અસર જોવા મળી રહી છે. લોકોમાં પણ હજુ કોરોના અંગેની સતર્કતા ઓછી જોવા મળી રહી છે. લોકો બેદરકારી કરતા જોવા મળી રહ્યા છે. બજારમાં 10માંથી 4 વ્યક્તિ માસ્કનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. સોશ્યલ ડિસ્ટેસિંગ અંગે પણ જાગૃતત્તા નથી. બજારોમાં દરરોજની જેમ ભીડ એકઠી થઈ રહી છે,

હરિયાણાઃ પોલીસ લોકોની અવર જવર પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરી રહી છે. લોકો પણ તેનું પાલન કરતા જોવા મળી રહ્યા છે. જો કે, રાજ્યના ઘણા વિસ્તારોમાંથી શાકભાજી અને રાશનમાં ભાવવધારાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, કંટ્રોલ રૂમમાં આ પ્રકારની ફરિયાદો સતત આવી રહી છે. લોકો લોકડાઉનનું પાલન પણ નથી કરી રહ્યા. રોહતક, કરનાલ અને પાનીપત સહિત અન્ય શહેરોમાં લોકડાઉનનું પાલન કરવા માટે ટ્રાફિક પોલીસ લોકોનું ચલણ કાપી રહી છે.

મધ્યપ્રદેશઃ કુલ સંક્રમિત-29 જબલપુરમાં વધુ બે લોકોનો કોરોના તપાસ રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો. બન્ને નવા દર્દી પહેલાથી સંક્રમિત સરાફા વ્યાપારીના ત્યાં કામ કરતા હતા. હવે જબલપુરમાં 8, ઈન્દોરમાં 15, ભોપાલમાં 03, શિવપુરીમાં 2, જબલપુર 8, ગ્વાલિયરમાં એક પોઝિટિવ છે.

રાજસ્થાન; કુલ સંક્રમિત-50 રાજ્યમાં શુક્રવારે કોરોનાના સાત નવા કેસ સામે આવ્યા હતા. ભીલવાડામાં સૌથી વધારે 21 દર્દી છે.  ભીલવાડાના ક્લેક્ટર આર ભટ્ટનું કહેવું છે કે 13 હજાર બેડ લગાવવા માટે પણ સ્થળ બતાવાયું છે. જરૂર પડશે તો અમે 15000 લોકોને ક્વોરેન્ટાઈન કરવાની વ્યવસ્થા કરવા માટે તૈયાર છીએ.

મેઘાલયમાં મુખ્યમંત્રી સંગમા રસ્તા પર ઉતર્યા, લોકોને સોશ્યલ ડિસ્ટેસિંગ બનાવવાની અપીલ કરી

મહારાષ્ટ્રથી પ્રવાસી મજૂર હિઝરત કરી રહ્યા છે, મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ કહ્યું- અહીંયા રહો, અમે તમારું ધ્યાન રાખીશું

ઉત્તરપ્રદેશ; કુલ સંક્રમિત-49 રાજ્યમાં સૌથી વધારે 9 કેસ આગરમાં છે. ત્યારબાદ 8 કેસ લખનઉમાં સામે આવ્યા છે.દિલ્હીની આસપાસના રાજ્યના ગાઝિયાબાદમાં મજૂરોને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે પોતાના ઘર સુધી પહોંચવા માટે કોઈ સાધન મળી રહ્યું નથી.

મહારાષ્ટ્ર; કુલ સંક્રમિત-154 નવી મુંબઈ વિસ્તાકમાં એક બાળકમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે. જેની સાથે શહેરમાં હવે સંક્રમતોની સંખ્યાનો આંકડો 8એ પહોંચ્યો છે. સાથે જ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 154 કેસ સામે આવી ચુક્યા છે. શુક્રવારે પોઝિટિવ મળેલા 29 દર્દીમાંથી માત્ર 15 સાંગલીના છે. સાંઘલીના દર્દી પહેલા પોઝિટિવ મળી આવેલા લોકોના સંપર્કમાં હતા.

છત્તીસગઢઃ કુલ સંક્રમિત-6 જેમાંથી પાંચ કેસ બુધવારથી ગુરુવાર વચ્ચે સામે આવ્યા. આ સાથે જ રાજ્યના કૃષિ મંત્રી રવિન્દ્ર ચૌબેએ જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન ખેડૂતોને મંડીથી ખાલી સાધન લઈને પાછા ફરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આદેશ આપ્યો છે કે ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થવી જોઈએ.

બિહાર, કુલ સંક્રમિત-9 રાજ્યમાં વધુ બે કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાંથી એક સિવાનનો રહેવાસી છે, જે તાજેતરમાંથી જ દુબઈથી પાછો આવ્યો હતો. બીજો નાલંદાનો છે તે પણ વિદેશથી આવ્યો હતો. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી સંક્રમણના નવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 6 લોકોની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. એટલે કે આ લોકોએ દેશ બહાર કોઈ યાત્રા કરી નથી.

આંધ્રપ્રદેશ; કુલ સંક્રમિત-13 આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને ગુંટૂરમાં બે લોકો પોઝિટિવ મળી આવ્યા છે. અહીંયા હવે પોઝિટિવ કેસની સંખ્યા 13 થઈ ગઈ છે. આ બન્ને લોકો બે અન્ય કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા હતા. આ પહેલા વધુ એક સંક્રમિત મળ્યો હતો. તે 17 માર્ચે બ્રિટનથી પાછા આવેલા એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here