Friday, March 29, 2024
Homeગુજરાત : નવા 94 કેસ, કુલ પોઝિટિવ દર્દી 2272 , અમદાવાદમાં...
Array

ગુજરાત : નવા 94 કેસ, કુલ પોઝિટિવ દર્દી 2272 , અમદાવાદમાં 61 અને સુરતમાં 17 કેસ, રાજ્યમાં વુધ પાંચ દર્દીના મોત

- Advertisement -
  • રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ અને પોઝિટિવ દર્દી અમદાવાદમાં
  • વધુ 5 મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 95એ પહોંચ્યો
  • રાજ્યમાં વધુ 5 દર્દી સાથે કુલ 144 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા
  • વધુ કેસ, વધુ મોતમાં દેશમાં બીજા સ્થાને પહોંચ્યું ગુજરાત

ગાંધીનગર. રાજ્યમાં ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં નવા 94 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2272 થઇ છે. જેમાંથી 2020 લોકોની સ્થિતિ સ્ટેબલ છે અને 13 દર્દી વેન્ટિલેટર પર છે. નવા કેસોમાં અમદાવાદમાં 61, સુરતમાં 17, વડોદરામાં 8, અરવલ્લીમાં 5, બોટાદમાં 2 અને રાજકોટમાં 1 પોઝિટિવ કેસ નોઁધાયો છે.  રાજ્યમાં આજે પાંચ નવા મોત સાથે કુલ મૃત્યુઆંક 95એ પહોંચ્યો છે. પાંચ દર્દીઓને ડિસ્ટાર્જ કરવામાં આવ્યા છે આ સાથે રાજ્યમાં કુલ 144 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

સુરતના પુણા વિસ્તારમાં ક્વૉરોન્ટીન વોર્ડમાં લઇ જવાયેલા લોકોએ હોબાળો મચાવ્યો

કોરોનાના પગલે સાબરમતી સેન્ટ્રલ જેલમાં આઈશોલેશન વોર્ડ અને ડોકટર ટીમ સ્ટેન્ડ ટુ રખાઈ 

યુવાનનો મૃતદેહ ગુજરાતથી તેનાં વતન આસામ પહોંચાડવા વ્યવસ્થા કરી

મૂળ આસામનાં અને ગુજરાતનાં સાણંદમાં ટીટેક નામની કંપનીમાં નોકરી કરતા રાહુલ બર્મન નામનાં યુવાનનું આજે અવસાન થયું હતું. પણ, લૉકડાઉન વચ્ચે યુવાનનો મૃતદેહ કોઈ સંજોગોમાં આસામ પહોંચે તેમ ન હતો. આવી સ્થિતિમાં આસામના તેના પરિવારજનોએ આસામનાં મંત્રી અને પૂર્વોત્તર ભારતનાં દિગ્ગજ નેતા હેમંત બીસ્વાનો સંપર્ક સાધ્યો હતો. બીસ્વાજીએ આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટેગ કરીને એક ટ્વિટ કરી હતી, જેનાં પ્રત્યુતરરૂપે CM રૂપાણીએ તત્કાળ એક્શન લઈને મૃતક યુવાનનો પાર્થિવ દેહ આસામ મોકલવાની વ્યવસ્થા કરી આપી હતી.

કુલ દર્દી 2272, 95ના મોત અને 144 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 1373 53 52
વડોદરા 199 07 08
સુરત 347 12 11
રાજકોટ 41 00 12
ભાવનગર 32 05 16
આણંદ 28 02 04
ભરૂચ 24 02 02
ગાંધીનગર 17 02 11
પાટણ 15 01 11
નર્મદા 12 00 00
પંચમહાલ 11 02 00
બનાસકાંઠા 15 00 01
છોટાઉદેપુર 07 00 01
કચ્છ 06 01 00
મહેસાણા 07 00 02
બોટાદ 07 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 03 00 00
ખેડા 03 00 00
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 03 00 00
અરવલ્લી 08 01 00
તાપી 01 00 00
વલસાડ 03 00 00
નવસારી 01 00 00
કુલ 2272 95 144
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular