ગુજરાતમાં આ સ્થળ પર 950 શરણાર્થીઓને નાગરિકતા અપાઈ

0
13

જ્યારથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં નાગરિકતાના કાયદાની વાત કરવામાં આવી હતી, ત્યારથી દેશમાં અલગ-અલગ જગ્યાઓ પર તેનો વિરોધ થઇ રહ્યો છે. નાગરિકતાના કાયદાને લઇને અમદાવાદમાં પોલીસ પર પથ્થરમારો થયો હતો અને આ ઘટનાના બીજા દિવસે વડોદરામાં પણ પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી.

એક તરફ દેશમાં અલગ-અલગ જગ્યા પર નાગરિકતાના કાયદાનો વિરોધ થઇ રહ્યો છે અને બીજી તરફ મોરબીમાં નવા કાયદા અનુસાર 950 જેટલા શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવી છે. જેથી ભાજપ દ્વારા નાગરિકતાના પ્રમાણપત્ર આપવામાં આપવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 950માંથી 100 જેટલા શરણાર્થીઓને કાર્યક્રમ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા.

એક રિપોર્ટ અનુસાર નાની વાવડી ગામમાં શરણાર્થીઓને નાગરિકતા આપવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શરણાર્થીઓને ભાજપના સાંસદ મોહન કુંડારિયાના હસ્તે નાગરિકતાના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આગેવાનોનું સન્માન કર્યા પછી કાર્યક્રમમાં આવેલા લોકોને નાગરિકતાના કાયદાના ફાયદાની સમજ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 22 ડિસેમ્બરના રોજ પ્રદેશ ભાજપ કાર્યલય કમલમ ખાતે એક મહત્ત્વની બેઠક મળશે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના સિનીયર નેતાઓ પણ જોડાશે. બેઠકમાં NRC અને CAAને લઇને જનજાગૃતિ ફેલાવવાનું અભિયાન શરૂ કરવા બબાતે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત 2020માં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રણનીતિ વિષે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here