PM કેર ફંડ – જે લોકોએ દાન આપ્યું તેઓનું માનીએ તો 69 દિવસમાં ફંડમાં 9690 કરોડ રૂપિયા આવ્યા, ફંડ ઉપર સંપૂર્ણ રિપોર્ટ

0
0
  • કોરોના મહામારી સામે લડવા માટે પ્રધાનમંત્રી મોદીએ 28 માર્ચના રોજ PM કેર ફંડ બનાવ્યું હતું
  • સરકારી સંસ્થાઓ પાસેથી 5349 કરોડ અને ખાનગી સંસ્થાઓ પાસેથી 4223 કરોડ મળ્યા
  • સૌથી વધારે ડોનેશન ટાટાએ આપ્યું, ટાટા સન્સે 500 કરોડ અને ટાટા ટ્રસ્ટે 1 હજાર કરોડ આપ્યા
  • બોલિવૂડમાંથી રૂપિયા 40 કરોડથી ઓછા મળ્યા

સીએન 24,ગુજરાત

નવી દિલ્હીઆ પહેલી એવી ઘટના છે જેમા કોઈ સંકટ સમયે દેશના નામે દાન પ્રધાનમંત્રી રાહત ફંડમાં મંગાવવાને બદલે એક નવું ફંડ બનાવી તેમાં મંગાવવામાં આવી રહ્યું હોય. તેને ‘PM કેર ફંડ’ નામ આપવામાં આવ્યું.

આ ફંડમાં કેટલા રૂપિયા આવી રહ્યા છે અને તેને ક્યાં ખર્ચ કરાય રહ્યા છે, તેનો હિસાબ જાહેર નથી કરાયો. જ્યારે માહિતીના મેળવવાના અધિકાર અંતર્ગત આ ફંડ સાથે જોડાયેલી જાણકારી માંગવામાં આવી તો ખ્યાલ આવ્યો કે તે RTI હેઠળ નથી આવતું.

કોરોના વાઈરસ સામે લડવા માટે બનાવવામાં આવેલા PM કેર ફંડ ઉપર શરૂઆતથી જ સવાલો ઊભા થઈ રહ્યા છે. રાહુલ ગાંધી તેનું ઓડિટ કરવાની માંગ કરી ચૂક્યા છે.

એની સાથે જોડાયેલા કેટલાક સવાલો છે. જેને જવાબ આપનાર કોઈ નથી. સૌથી મોટો સવાલ એ છે કે પહેલાથી જ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ એટલે કે PMNRF હતું, તો નવું ફંડ બનાવવાની જરૂર શું હતી?

28 માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PM કેર ફંડની જાહેરાત કરી હતી, કારણ કે કોરોના સામે લડવા માટે લોકો પોતાની ઈચ્છા મુજબ ડોનેટ કરી શકે. પરંતુ ત્રણ દિવસ પછી જ 1 એપ્રિલે એક RTI દાખલ કરાઈ, જેમા આ ફંડ સાથે જોડાયેલી જાણકારી માંગવામાં આવી.

RTI દાખલ થયાના 30 દિવસ અંદર તેનો જવાબ આપવો જરૂરી છે. પરંતુ અહીં આમા વિલંબ થયો. 29 મેના રોજ PMOએ તેનો જવાબ આપતા કહ્યું કે PM કેર ફંડ પબ્લિક ઓથોરિટિ નથી, આથી તેની જાણકારી આપવામાં આવશે નહીં.

ત્યાર પછી અમે PM કેર ફંડને કેટલું ડોનેશન મળ્યું? તેના માટે 28 માર્ચ પછી 4 જૂન સુધી તમામ મીડિયા રિપોર્ટને તપાસ્યા. તેનાથી જાણ થઈ કે 69 દિવસમાં ફંડમાં ઓછામાં ઓછું 9690 કરોડ રૂપિયા મળ્યા છે.

જોકે ઘણી સંસ્થા અને સેલિબ્રિટી એવા પણ હતા, જેઓએ PM કેર ફંડમાં ડોનેશન તો આપ્યું પણ એ નથી જણાવ્યું કે કેટલું આપ્યું. આમા સામાન્ય લોકોના ડોનેશનની પણ જાણકારી નથી. આમાં માત્ર એ જાણકારી મળી છે જે મીડિયામાં આવી છે

PM કેર ફંડમાં કઈ જગ્યાએથી કેટલા પૈસા આવ્યા?
આ ફંડમાં 28 માર્ચથી 4 જૂન સુધી 9690.07  કરોડ રૂપિયા ડોનેશન આવી ચૂક્યું છે. આ ડોનેશન બોલિવૂડ સેલિબ્રટી, પ્રાઈવેટ કંપનીઓ, પ્રાઈવેટ કંપનીના કર્મચારીઓ, સરકારી સંસ્થાઓ, કેન્દ્ર મંત્રાલય અંતર્ગત આવનાર કંપની કે સંસ્થાઓ, સરકારી કર્મચારીઓ, રમત-ગમત સાથે જોડાયેલી સંસ્થાઓ અને ખેલાડીઓ, અમુક NGO અને અમુક લોકો સામેલ છે.

આમા પણ સૌથી વધારે 5349 કરોડ રૂપિયા સરાકરી સંસ્થાઓ, સરકારી કર્મચારીઓના એક દિવસના પગારમાંથી મળ્યા, જ્યારે ખાનગી સંસ્થા અને કોર્પોરેટ અને બિઝનેસમેન પાસેથી 4223 કરોડ રૂપિયાથી વધારે ડોનેશન આવ્યું છે.

PM કેર ફંડમાં 60% ડોનેશન માત્ર 10 જગ્યાએથી આવ્યુ
કોવિડ-19 સામે લડવા માટે બનાવવા આવેલા આ ફંડમાં 60% ડોનેશન માત્ર 10 જગ્યાએથી આવ્યું છે. સૌથી વધારે 1500 કરોડ રૂપિયાનું ડોનેશન ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટે આપ્યું છે. ટાટા સન્સે 500 કરોડ અને ટાટા ટ્રસ્ટે 1 હજાર કરોડ રૂપિયા આપ્યા છે.

ત્યાર પછી ઉર્જા મંત્રાલય અંતર્ગત સંસ્થાઓ, કંપનીઓ તરફથી 925 કરોડ રૂપિયા ડોનેશન મળ્યું છે. જ્યારે રક્ષા મંત્રાલય તરફથી 500 કરોડ રૂપિયા મળ્યા છે.

CDS જનરલ બિપિન રાવતે એક વર્ષ સુધી દર મહિને 50 હજાર રૂપિયા PM કેર ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે

PM કેર ફંડમાંથી અત્યાર સુધી માત્ર 3100 રૂપિયાનો ખર્ચ
13 મેના રોજ PMO દ્વારા જણાવવામાં આવ્યું કે PM કેર ફંડમાં આવેલા ડોનેશનમાંથી 3100 કરોડ રૂપિયા રિલિઝ કરાયા છે. તેમાં 2 હજાર કરોડ રૂપિયાથી 50 હજાર મેડ ઈન ઈન્ડિયા વેન્ટિલેટર ખરીદવામાં આવ્યા. જ્યારે બાકીના હજાર કરોડ રૂપિયા પ્રવાસી મજૂરો અને 100 કરોડ રૂપિયા વેક્સીન રિચર્સ ઉપર ખર્ચ થશે.

તો પછી PMNRF શું છે?
આઝાદી પછી ભાગલા વખતે પાકિસ્તાનથી ભારત પરત આવી રહેલા લોકોની મદદ માટે જાન્યુઆરી 1948માં તે સમયના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ લોકોની અપીલને ધ્યાનમાં રાખીને કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ એટલે કે પ્રાઈમમિનિસ્ટર નેશનલ રિલિફ ફંડ બનાવ્યું હતું.

પરંતુ ત્યાર પછી આ ફંડના પૈસાનો ઉપયોગ પૂર, તોફાન, ભૂકંપ જેવી પ્રાકૃતિક આફતોમાં માર્યા ગયેલા લોકોના પરીવારોને મદદ કરવા માટે થતો હતો.

આ ફંડ સમગ્ર રીતે લોકોના પૈસાથી જ બન્યું છે અને તેમા સરકાર કોઈ પ્રકારની સહાય કરતું નથી.

PMNRFની વેબસાઈટ પર રહેલી જાણકારી મુજબ 16 ડિસેમ્બર 2019 સુધી તેમાં 3 હજાર 800 કરોડ રૂપિયા જમા હતા. નાણાકીય વર્ષ 2018-19માં આ ફંડમાં 738.18 કરોડ રૂપિયા આવ્યા હતા, જેમા સરકારે 212.50 કરોડ ખર્ચ કર્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here