દહેગામ : છેલ્લા બે દિવસથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : મોસમનો 987 MM વરસાદ નોધાયો.

0
9

દહેગામ તાલુકામાં કડાકા અને ભડાકા સાથે વરસાદી માહોલ ચાલુ.
શહેર અને ગ્રામ્ય વિસ્તારો ઉપર રસ્તાઓ પર પાણી ભરાયા.
જો વધુ વરસાદ પડશે તો ખેડૂતો માટે ભારે નુકસાન થવાના એંધાણ.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી ચાલુ થઈ જતા તાલુકાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણકે હાલમાં ખેડૂતોનું કહેવું છે કે જો ખેતરોમાં વાવેલા છોડવામાં પાણી ભરાઈ જશે તો તમામ છોડવાઓ કોહવાઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. અને મોસમનો ફુલ વરસાદ 987 MM નોંધાયો છે. હાલમાં કડાકા અને ભડાકા સાથે વરસાદ ચાલુ થતાં તાલુકાના શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાતા લોકો નજરે પડી રહ્યા છે. જો દહેગામ તાલુકામાં વરસાદ ચાલુ રહેશે તો ખેડૂતો ની માટે ભારે નુકસાન કરે તેવી દહેશત વર્તાઈ રહી છે.

 

રિપોર્ટર : અગર સિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here