કોરોના વર્લ્ડ : ઈટાલીમાં એક દિવસમાં 993 લોકોના મોત, ક્રિસમસ અને નવા વર્ષ પર કડક પ્રતિબંધો યથાવત.

0
7

વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 6 કરોડ 55 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમા 15 લાખ 12 હજાર લોકોના મોતા થયા છે. 4 કરોડ 54 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં અત્યાર સુધીમાં 1 કરોડ 45 લાખથી વધારે કેસ નોંધાયા છે અને 2 લાખ 82 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus પરથી લેવામાં આવ્યા છે.

ઈટાલીમાં ગુરુવારે એક દિવસમાં 993 લોકોના મોત થયા છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 16 લાખ 64 હજારથી વધારે કેસ નોંધાયા છે અને કુલ 58 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં હોસ્પિટલોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. સંક્રમણને રોકવા માટે સરકારે પણ કડક પ્રતિબંધો લગાવવાની શરૂઆત કરી દીધી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ક્રિસમસ અને નવા વર્ષ પર અડધી રાત્રે યોજાનાર પાર્ટી નહીં યોજાય.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશો

દેશ સંક્રમિત મોત સાજા થયા
અમેરિકા 14,535,196 282,829 8,561,427
ભારત 9,571,780 139,227 9,015,684
બ્રાઝિલ 6,487,516 175,307 5,725,010
રશિયા 2,375,546 41,607 1,859,851
ફ્રાન્સ 2,257,331 54,140 166,940
સ્પેન 1,693,591 46,038 ઉપલબ્ધ નથી
બ્રિટન 1,674,134 60,113 ઉપલબ્ધ નથી
ઈટાલી 1,664,829 58,038 846,809
આર્જેન્ટિના 1,447,732 39,305 1,274,675
કોલંબિયા 1,343,322 37,305 1,233,115

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here