જીવની પરવા કર્યા વિના એમ્બ્યુલન્સને રસ્તો દેખાડવા 12 વર્ષનો બાળક પાણીમાં કૂદી ગયો

0
53

બેંગ્લોરઃ કર્ણાટકના પૂરગ્રસ્ત વિસ્તારમાં એક 12 વર્ષના છોકરાએ બહાદૂરીની જબરદસ્ત મિસાલ આપી છે. પૂરમાં પાણીમગ્ન થયેલ રસ્તાઓ પર એક એમ્બ્યુલન્સને રાસ્તો દેખાડ્યા બાદ આ 12 વર્ષનો બાળક લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે. રાયચૂર જિલ્લાના હીરેરાયનકુંપી ગામમાં રહેતો આ બાળક એક એમ્બ્યુલન્સને રસ્તો દેખાડવા માટે પાણીના તેજ પ્રવાહની પરવા કર્યા વિના જ પાણીથી ડૂબેલા રસ્તાઓમાં ઉતરી ગયો. રિપોર્ટ્સ મુજબ તે સમયે એમ્બ્યુલન્સમાં 6 બાળકો સહિત એક મૃત મહિલાનો દેહ પણ હતો. 12 વર્ષીય બાળક વેંકટેશની આ બહાદૂરી પર પ્રશાસને 73મા સ્વતંત્રતા દિવસના અવસર પર તેને પુરસ્કારથી પણ સન્માનિત કર્યો છે.

જીવની ચિંતા કર્યા વિના આ બાળકે પાણીમાં એમ્બ્યુલન્સની મદદ કરી
એમ્બ્યુલન્સને રસ્તો દેખાડ્યો

આ બાળકની ઓળખ વેંકટેશના રૂપે થઈ છે. વેંકટેશે એક એમ્બ્યુલન્સને એવા સમયે રસ્તો દેખાડ્યો જ્યારે તેને એક પુલ પરથી પસાર થવાનું હતું. પૂરને કારણે આ પુલ સંપૂર્ણપણે ડૂબી ગયો હતો. ડ્રાઈવર માટે પૂલની સટીક સ્થિતિ અને પાણીની ઉંડાઈનો અંદાજો લગાવવો મુશ્કેલ થઈ રહ્યું હતું. ત્યારે વેંકટેશ ત્યાં બાજુમાં જ રમી રહ્યો હતો. એમ્બ્યુલન્સ ફસાયેલી જોઈ તેણે મદદ કરવાનો નિર્ણય કર્યો.

જીવની ચિંતા કર્યા વિના આ બાળકે પાણીમાં એમ્બ્યુલન્સની મદદ કરી
ચારેય બાજુ પાણી ભર્યું હતું

આ ઘટનાને ત્યાં હાજર કોઈ શખ્સે મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો.  સ્પષ્ટપણે જોઈ શકાય ચે કે વેંકટેશ કેવી રીતે એમ્બ્યુલન્સને રસ્તો દેખાડી રહ્યો હતો. રસ્તો દેખાડતી વખતે કેટલીયવાર વેંકટેશ લડથડિયાં ખાતો પણ જોવા મળી રહ્યો છે.

વેંકટેશને એમ્બ્યુલન્સને રસ્તો દેખાડતો જોઈ ગામના લોકો પણ નદી કિનારે આવીને ઉભા રહી ગયા અને વેંકટેશનો જુસ્સો વધારવા લાગ્યા. વેંકટેશ કિનારે આવ્યા બાદ એમ્બ્યુલન્સ પણ પાણીથી બહાર નીકળી અને હોસ્પિટલના રસ્તે ચાલી ગઈ. એમ્બ્યુલન્સમાં 6 બાળકો અને એક મૃત મહિલાનો દેહ પણ હતો. જણાવી દઈએ કે કર્ણાટકમાં અત્યાર સુધી 60 લોકોના જીવ ચાલ્યા ગયા છે. પૂરથી 22 જિલ્લાના 7 લાખ લોકો પ્રભાવિત થયા છે. રાજ્ય સરકારે પીડિતો માટે 1000થી વધુ રાહત શિબિર બનાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here