Thursday, February 6, 2025
HomeગુજરાતGUJARAT: 13 વર્ષની કિશોરીના જડબામાં ઝડપથી વધતા ટયુમરની સિવિલમાં સર્જરી થઇ

GUJARAT: 13 વર્ષની કિશોરીના જડબામાં ઝડપથી વધતા ટયુમરની સિવિલમાં સર્જરી થઇ

- Advertisement -

પાંડેસરામાં રહેતી ૧૩ વર્ષીય કિશોરીને નવી સિવિલ હોસ્પિટલમાં જડબાના ભાગે થયેલા ઝડપથી વધી રહેલા ટયુમરની સર્જરી ત્રણ વિભાગના ડોક્ટરો ટીમ દ્વારા છ કલાક જહેમત ઉઠાવી કરી હતી. જેથી કિશોરીની તકલીફ માંથી મુક્તી અપાવી છે. જોકે બાળકીને એક લાખે એેક વ્યક્તિને થતું ડેસ્તો પ્લાસ્ટીક ફાઈબ્રોમાં ટયુમર હતું.

સિવિલથી મળેલી વિગત મુજબ મૂળ સોનગઢની વતની અને હાલમાં પાંડેસરામાં રહેતી અને ધો-૭માં અભ્યાસ કરતી ૧૩ વર્ષીય કિશોરીને બે વર્ષ પહેલા જડબાના ભાગે સોજો થયા બાદ ધીરે ધીરે મોટો થવા લાગતા મોઢામાં તકલીફો શરૃ થઇ હતી. ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા રૃા.૧ લાખ સુધી સારવાર ખર્ચનો અંદાજ અપાયો હતો. શ્રમિક પરિવાર ખર્ચ ઉઠાવી શકે તેમ નહોતો. દરમિયાન બે મહિના પહેલા કિશોરીને નવી સિવિલ હોસ્પિટલના દાંત વિભાગમાં લવાઇ હતી. જ્યાં નિદાનામાં જડબાના ભાગે ટયુમર હોવાનું નિદાન થયું હતું.દરમિયાન થોડા દિવસ પહેલા સિવિલના દાંત વિભાગના વડા ડો. ગુણવંત પરમાર અને ઈ.એન.ટી અને એનેસ્થેસીયા વિભાગના ડોકટરોની ટીમ દ્વારા ૬ કલાક લાંબીસર્જરી કરીને કિશોરીના જડબાના ભાગમાં થયેલુ ૨૦૦ ગ્રામ જેટલું મોટુ હાર્ડ ટયુમર હાડકા સાથે ચોટેલુ હોવાથી ટુકડા ટુકડા કરી કાઢી લીધું હતું. આ એક લાખે એેક વ્યક્તિને થતું ડેસ્તો પ્લાસ્ટીક ફાઈબ્રોમાં ટયુમર હતું. તે ઝડપથી ફેલાતુ હતુ. તે ન કઢાય તો કેન્સર થવાની શક્યતા રહે છે. સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવતા તેમના શ્રમજીવી પરિવારજનો માટે સિવિલ આશિર્વાદરૃપ બની હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular