રાજકોટ: રાજકોટનો વ્યાસ પરિવાર વર્ષોથી લંડનમાં રહે છે. આ પરિવારની 19 વર્ષની પુત્રી નમ્રતા વ્યાસે સમાજને પ્રેરણા આપે તેવું કાર્ય કર્યું છે. તેણે પોતાના લાંબા વાળ કેન્સરપીડિતને ડોનેટ કર્યા છે. તેઓ આજે પોતાના પિતા સાથે મૂળ વતન રાજકોટમાં આવ્યા છે, ડોનેટ કરેલા વાળમાંથી મળેલા ફંડમાંથી આજે તેઓએ વાંકાનેર અને રાજકોટની 10 જેટલી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, બુક અને બોલપેન-પેન્સિલનું વિતરણ કર્યું હતું.
નમ્રતા વ્યાસે જણાવ્યું હતું કે, હું લંડનની લંડન ઓફ વેકેનહાઉસમાં સોશિયોલોજીમાં અભ્યાસ કરી રહી છું. મને વિતાર આવ્યો કે જે લોકોના કેન્સરથી અને ટ્રીટમેન્ટથી વાળ જતા રહે છે તેને વાળની વધુ જરૂરિયાત હોય છે. આથી મારા લાંબા વાળ હોવાથી મે નિર્ણય કર્યો કે મારે બીજ વખત વાળ આવી જશે અને વાળ ડોનેટ કર્યા. લંડનની લિટલ પ્રિન્સેસ ચર્ચ નામની સંસ્થા છે જે વાળની વીક બનાવીને કેન્સરપીડિત લોકોને આપે છે. આથી મેં મારા વાળ તે સંસ્થાને આપ્યા અને તેમાંથી મળેલા એક લાખ રૂપિયાના ફંડમાંથી મેં મારા વતન રાજકોટમાં લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની 50 અનાથ વિદ્યાર્થિનીઓને સ્કૂલ બેગ, પેન્સિલ, બોલપેન વગેરેનું વિતરણ કર્યું હતું. મારે આગળ હજી ગરીબ લોકોને મદદ કરવી છે અને ગરીબ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે તે દિશામાં મારે કાર્ય કરવું છે અને તે માટે ભારત અને આખી દુનિયામાં બ્રાન્ચ ખોલવી છે.