Saturday, September 25, 2021
Home2 વર્ષની બાળકીનું વજન 45 કિલો થઈ ગયું, જીવલેણ બીમારીનું જોખમ
Array

2 વર્ષની બાળકીનું વજન 45 કિલો થઈ ગયું, જીવલેણ બીમારીનું જોખમ

બે વર્ષમાં બાળકીનું વજન 45 કિલો થઈ ગયું. તે હજી પણ બરાબર નથી ચાલી શકતી. બેરિએટ્રિક સર્જરી કરીને 5 કિલો વજન ઘટાડવામાં આવ્યું. - Divya Bhaskar

રાજધાનીમાં બાળકોની સર્જરી સાથે સંબંધિત એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાહદરામાં રહેતી બે વર્ષની માસૂમ બાળકીનું વજન એટલું વધી ગયું કે તેનો જીવ બચાવવા માટે પાટપરગંજની એક હોસ્પિટલમાં તેની બેરિએટ્રિક સર્જરી કરવી પડી. સામાન્ય રીતે બાળકોને બેરિએટ્રિક સર્જરી નથી કરવામાં આવતી. બેરિએટ્રિક સર્જરી માટે ઓછામાં ઓછી ઉંમર 12થી 15 વર્ષની હોવી જોઈએ. જો કે, આ કેસમાં કોઈ બીજો વિકલ્પ નહોતો.

બાળકીનું વજન જન્મ સમયે 2.5 કિલો હતું. જન્મ બાદ વજન ઝડપથી વધવા લાગ્યું. 6 મહિનાની ઉંમર સુધી તો 14 કિલો વજન થઈ ગયું. વજન એટલું વધી ગયું હતું કે એક વર્ષે અને 10 મહિનાની ઉંમરમાં બાળકીને વ્હીલ ચેરની મદદ લેવી પડી. કેમ કે બાળકીના માતા પિતા તેને ઉચકી નહોતા શકતા. બે વર્ષમાં તેનું વજન 45 કિલો થઈ ગયું. બાળકી હજુ પણ બરાબર ચાલી શકતી નથી.

‘જોખમ ટળ્યું નથી’

બાળકીનું ઇન્સ્યુલિન લેવલ વધી ગયું છે, એટલે કે તેને ડાયાબિટીસનું જોખમ છે. ક્યારેક ક્યારેક ઊંઘમાં શ્વાસ અટકી જાય છે. તેને સ્લીપ એપ્નિયા કહેવાય છે. એટલે સુધી કે પાછળ ગરદનને ટેકો આપીને સૂવું પણ બાળકી માટે લગભગ અસંભવ છે. આ સર્જરી કરનાર મેક્સ હોસ્પિટલના સર્જન ડૉ. વિવેક બિંદલના અનુસાર, આટલી નાની બાળકીને આવી જટિલ સર્જરી કરવી સરળ કામ નથી. જો કે, સર્જરી બાદ બાળકીનું વજન 5 કિલો ઓછું થઈ ગયું.

બેરિએટ્રિક સર્જરીના જોખમી પરિબળો

વજન ઓછું કરવાની આ સર્જરી ઘણી મુશ્કેલ હોય છે. તેની ઘણી આડઅસર પણ હોય છે. ઘણી વખત સર્જરી દરમિયાન શરીરનું કોઈ મુખ્ય અંગ કપાઈ જવાનું જોખમ રહે છે, તેમજ વધારે પડતો રક્તસ્રાવ થવાનો ભય રહે છે અને દર્દીનું વજન જરૂર કરતાં વધારે ઘટવું અને તેના શરીરમાં પોષક તત્ત્વોની ઊણપનું પણ જોખમ રહે છે.

આ રીતે ઓપરેશન થયું

બાળકીની સર્જરી સ્લીવ ગેસ્ટ્રેક્ટમી ટેક્નિકથી કરવામાં આવી છે. આ ટેક્નિકમાં પેટનો એક ભાગ કાપીને તેનો આકાર નાનો કરી દેવામાં આવે છે. જેનાથી વ્યક્તિને ભૂખ નથી લાગતી, તેનું પેટ ભરેલું રહે છે કેમ કે પેટમાં જગ્યા ઓછી હોય છે અને ઓછું ખાવાને કારણે વજન કંટ્રોલ થવા લાગે છે. પેટનો ભાગ નાનો કરીને સ્ટેપલ કરી દેવામાં આવે છે. સર્જરી બાદ ખ્યાતિની સ્પીલ એપ્નિયાની સમસ્યા ઘણી હદ સુધી ઓછી થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments