વડોદરા : ઓલ્ડ પાદરા રોડ પર 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો, સામાજિક કાર્યકરે માથા પર ચંપલ મૂકીને અનોખી રીતે વિરોધ કર્યો

0
13

વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર મનીષા ચોકડી પાસે આજે મુખ્ય માર્ગ પર જ 20 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો. આ મસમોટા ભૂવા અંગે તંત્રનું ધ્યાન દોરવા માટે સામાજિક કાર્યકરે માથા ઉપર ચંપલ મૂકીને અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો.

ભૂવાઓ અને મસમોટા ખાડાઓ પડ્યા

ચોમાસાની સિઝનમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના મુખ્ય માર્ગો પર ખાડાઓ અને ભૂવાઓ પડવાનો સિલસિલો અવિરત ચાલી રહ્યો છે. જેના કારણે વડોદરા શહેર ભુવાનગરી તરીકે ઓળખાઇ રહી છે અને સતત પડી રહેલા ભૂવાઓ પાલિકાના ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. વડોદરાના ચકલી સર્કલથી મનીષા ચોકડી સુધીનો માર્ગ ભૂવા માર્ગ તરીકે ઓળખાવા લાગ્યો છે. આ રોડ ઉપર ભૂવા તો ઠીક મસમોટા ખાડાઓ પણ પડી રહ્યા છે. જે ખાડાઓ ભૂવાઓનો આકાર લઇ રહ્યા છે. આમ જનતાને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે અને કેટલાક સામાજિક કાર્યકરો દ્વારા આ મુદ્દે આંદોલનો અને વિરોધ પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતા.

મનીષા ચોકડી પાસે પડેલો 20 ફૂટ ઊંડો ભૂવો
(મનીષા ચોકડી પાસે પડેલો 20 ફૂટ ઊંડો ભૂવો)

 

સામાજિક કાર્યકરે પાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી

ઓલ્ડ પાદરા રોડ પર ભૂવાઓ પાડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે મનીષા ચોકડી પાસેના મુખ્ય માર્ગ પર 20 ફૂટ ઊંડા ખાડાએ ભૂવાનો આકાર લીધો હતો, જેથી સામાજિક કાર્યકર અતુલ ગામેચી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને માથે ચંપલ મૂકીને અનોખી રીતે વિરોધ કર્યે હતો અને તંત્ર વિરૂદ્ધ આકરા પ્રહારો કર્યાં હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ થોડા દિવસ પૂર્વે આ જ માર્ગ પર ભૂવો પડ્યો હતો, ત્યારે પણ આ સામાજિક કાર્યકરે ભૂવામાં બેસીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

સામાજિક કાર્યકરે માથે ચંપલ મૂકીને તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો
(સામાજિક કાર્યકરે માથે ચંપલ મૂકીને તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here