દહેગામ : આતરસુંબા થી ખડાલ વચ્ચે આવેલી નર્મદા કેનાલમાં 20 વર્ષ ના યુવાને મોતની લગાવી છલાંગ.

0
31

કપડવંજ તાલુકાના ગામના 20 વર્ષીય યુવાને નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી.

યુવાન ઘરેથી જ ઝઘડો કરીને નીકળ્યો હતો અને અમદાવાદ નોકરી જતા મોતની લગાવી છલાંગ

 

 

કપડવંજ પાસે આવેલી આતરસુંબા થી ખડાલ નર્મદા કેનાલ ઉપર ગઈકાલે સાંજના સમયે કપડવંજ તાલુકાના સીંગાલી ગામનો એક યુવાન નામ જયેશસિહ રાજુસિંહ રાઠોડ ઉંમર 20 વર્ષ પોતાના ઘરેથી પરિવાર સાથે ઝઘડીને અમદાવાદ નોકરી જવા માટે ઘરેથી ઈકો ગાડીમાં બેસીને જઈ રહ્યો હતો. તેવા સમયે આતરસુંબા થી ખડાલ વચ્ચે આવેલી નર્મદા કેનાલ ઉપર એક બમફ આવતા ગાડીના ચાલકે ગાડી ધીમી કરતા પાછળ બેઠેલો આ યુવાન દરવાજો ખોલીને સીધો જ નર્મદા કેનાલમાં કૂદકો લગાવી દીધો હતો.ઈકો ગાડીમાં બેઠેલા લોકો પણ ચિંતા ચિંતામાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. આ બનાવ બનતા આજે બપોરે દહેગામ તાલુકાના બહિયલ ગામના કાલુભાઈ તરવૈયાની ટીમે આ લાશને બહાર કાઢી હતી.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here