સુરત : ઇચ્છાપોરના દામકા ગામના તળાવમાં 21 વર્ષનો યુવક ડૂબી જતા મોત

0
9

શહેરમાં ઇચ્છાપોરના દામકા ગામના તળાવમાં 21 વરસનો યુવક ડૂબી જતા ભાગદોડ મચી ગઇ હતી. 6 કલાક બાદ ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી યુવકને તળાવના પાણીમાંથી શોધી બહાર કાઢ્યો હતો. ગત રોજ બપોરે 3 વાગે તળાવમાં નહાવા પડ્યો હતો. 21 વર્ષીય યુવકની શોધખોળ કરતા પરિવારને તળાવમાં બપોરે નહાવા પડ્યો હોવાનું વૃદ્ધે જણાવ્યા બાદ ફાયરને જાણ કરાઈ હતી. ફાયર ઓફિસર ઈશ્વર પટેલ અને તેમની ટીમે રાત્રીના અંધારામાં તળાવમાંથી યુવકના મૃતદેહને શોધી કાઢતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

ફાયર વિભાગના જવાનોએ તળાવમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો
(ફાયર વિભાગના જવાનોએ તળાવમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો)

 

મૃતક એસ્સાર પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો

હરમીત (મિત્ર) એ જણાવ્યું હતું કે, હું સાંજે ક્રિકેટ રમીને આવ્યો ત્યારે ખબર પડી એટલે મે ફાયરને જાણ કરી હતી. રાહુલ પટેલ (ઉ.વ. 21) હજીરા નજીકના એસ્સાર પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો. બે મોટા ભાઈ અને માતા સાથે રહેતો હતો.

6 કલાક બાદ મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો

ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે, ઘટના સ્થળે ગયા બાદ ખબર પડી હતી કે ગામના એક વૃદ્ધે કોઈને બપોરે તળાવમાં નહાતા જોયો હતો. ત્યારબાદ પરિવારને રાહુલની ચંપલ અને કપડાં મળી આવ્યા હતા. જોકે, 6 કલાક બાદ રાહુલ તળાવમાંથી મળી આવ્યો હતો. ઇચ્છાપોર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here