Saturday, September 18, 2021
Homeઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતો સુરેન્દ્રનગરના લીલાપુરનો 24 વર્ષીય જવાન શહીદ
Array

ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતો સુરેન્દ્રનગરના લીલાપુરનો 24 વર્ષીય જવાન શહીદ

વતન લીલાપુરમાં અંતિમ સંસ્કાર કરાયા, ઈન્સેટ તસવીરમાં શહીદ જવાન કુદલી થડોદા - Divya Bhaskar

ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા સુરેન્દ્રનગરના લીલાપુર ગામનો 24 વર્ષીય જવાન શહીદ થતા આજે તેના વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામા આવી હતી. મૃતક જવાનના બહેન દ્વારા અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. શહીદની અંતિમયાત્રા સમયે લીલાપુર ગામ આખું હિબકે ચડ્યું હતું. ‘શહીદ જવાન તુમ અમર રહો’ના નારા સાથે અંતિમ વિદાય આપવામા આવી હતી.

પોરબંદરથી મુંબઈ જતી વખતે શીપમાં અકસ્માત સર્જાયો

સુરેન્દ્રનગરના લીલાપુર ગામનો વતની અને ચાર વર્ષથી ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતો કુલદીપ થડોદા નામનો નેવીનો જવાન હાલ INS બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈ ખાતે ફરજ બજાવતો હતો. 28 તારીખે પોરબંદરથી મુંબઈ તરફ શીપ જઈ રહ્યું હતું ત્યારે શીપનું એન્જિન રડાર ચાલુ કરતી સમયે શીપના અંડર ડોરમાં કોઈ કારણોસર કુલદીપનો પગ લપસી જતા એન્જિનના રડારના ચક્કરમાં આવી જતા બંને પગમાં ઈજા પહોંચી હતી. તેને તાત્કાલીક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન કુલદીપે અંતિમ શ્વાસ લીધા હતા.

બહેન દ્વારા ભાઈની અંતિમવિધિ કરવામા આવી
બહેન દ્વારા ભાઈની અંતિમવિધિ કરવામા આવી

અંતિમયાત્રા સમયે લીલાપુર ગામ હિબકે ચડ્યું

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થતા શહીદ જવાન કુલદીપ થડોદાના પાર્થિવ દેહને તેના વતન લીલાપુર લઈ જવાયો હતો. આજે સવારે તેના નિવાસ સ્થાનેથી શહીદ જવાનની વિરાંજલી યાત્રા નીકળી હતી. પોતાના ગામના શહીદ જવાનને અંતિમ વિદાય આપવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. અંતિમ સંસ્કાર પહેલા ઇન્ડિયન નેવીના લેફ્ટનન્ટ કમાન્ડર પ્રતીક અરોડા તેમજ તેમના સ્ટાફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું સાથે લખતર પોલીસ દ્વારા પણ ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી હતી. શહીદ યુવાનના અંતિમ સંસ્કાર માટે લીલાપુર ગામના મુક્તિધામ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં કુલદીપભાઈના બેન મેઘાબેન દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ઈન્ડિયન નેવી જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું
ઈન્ડિયન નેવી જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું

2017માં ઈન્ડિયન નેવીમાં સામેલ થયા હતા

​​​​​​​કુલદીપ થડોદાએ વર્ષ 2017માં જ ઈન્ડિયન નેવી જોઈન કર્યું હતું. ભરતી થયા બાદ 6 મહિના ઓડિસા, 1 મહિનો મુંબઈ, 1 મહિનો ગોવા ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાનું પહેલું પોસ્ટિંગ આઈ.એન.એસ. બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈ ખાતે ફરજ બજાવતા હતા. જેઓ 28/7/2021ના રોજ પોરબંદરથી મુંબઈ તરફ શીપ લઈને જઈ રહ્યા હતા ત્યાંરે શીપ પર સર્જાયેલા એક અકસ્માતમાં શહીદ થયા હતા.

શહીદ જવાનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા
શહીદ જવાનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments