સુરત : આત્મહત્યાના બે બનાવ આવ્યા સામે : 26 વર્ષીય મહિલા અને એક 20 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત.

0
6

સુરત શહેરમાં આત્મહત્યાના બે બનાવ સામે આવ્યા છે. જેમાં એક 26 વર્ષીય મહિલા અને એક 20 વર્ષીય યુવાને આપઘાત કરી લીધો છે. મહિલા એકલવાયું જીવન જીવન જીવતા હતા. જ્યારે યુવાન 15 દિવસ પહેલા જ વતનથી સુરત આવ્યો હતો. બંનેના આપઘાતના પગેલ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

પહેલો આપઘાત

લિંબાયત વિસ્તારમાં આવેલા શાહપુરા ખાતે રામનગરમાં રહેતા 26 વર્ષીય અશમાએ પોતાની રૂમમાં છતના પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. અશમાના લગ્ન 2011માં થયા હતા. બાદમાં પતિ સાથે અણબનાવ બનતા વર્ષ 2015માં છૂટાછેડા થયા હતા. જોકે, તેઓ બ્યુટી પાર્લર સહિતના વિવિધ કામ સાથે સંકળાયેલા હતા. તેમણે એકલવાયા જીવનથી કંટાળી જઈને આ પગલું ભર્યું હોવાની શક્યતા છે.

બીજો આપઘાત

પુણાગામમાં આવેલા અયોધ્યાનગર સોસાયટીમાં રહેતો 20 વર્ષીય શરદ ઘનશ્યામભાઈ વઘાસિયા ઘરમાં છતના હુક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. શરદના સબંધીએ કહ્યું હતું કે, શરદ મૂળ જૂનાગઢના ગીર ગઢડાના ઉમેશપુરા ગામનો વતની હતો. લોકડાઉન પહેલા યોગી ચોક ખાતે નાસ્તાની દુકાન ધરાવતો હતો. બાદમાં લોકડાઉનમાં દુકાન બંધ કરીને વતન ગયો હતો. 15 દિવસ પહેલા વતનથી સુરત ખાતે આવ્યો હતો. બાદમાં તે હીરાના કામ સાથે સંકળાયેલો હતો. જોકે, તેને યોગ્ય કામ નહીં મળતાં આ પગલું ભર્યું હોવાની શક્યતા સેવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here