સાવરકુંડલા – ઝૂપડામાં રહેતી 3 વર્ષની બાળકીને ઉઠાવી જઇ દુષ્કર્મ આચરી બસસ્ટેન્ડમાં ફેંકી દીધી, ગણતરીની કલાકોમાં આરોપી ઝડપાયો

0
0

                              આરોપીને ઝડપવા માટે સાવરકુંડલા પોલીસે નાકાબંધી કરી હતી

પોલીસે આરોપીની ધરપકડ કરી

સીએન 24 ગુજરત

સાવરકુંડલા. સાવરકુંડલાની નાવલી નદીના પટમાં ઝૂપડામાં ભિક્ષાવૃત્તિ કરતા પરિવારની ત્રણ વર્ષની બાળકીને અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હતો. નારાધમે બાળકીને સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામ ખાતે લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બાળકીને ગામના બસસ્ટેન્ડમાં ફેંકીને જતા રહ્યો હતો. આજે વહેલી સવારે ગામના લોકોએ બાળકીને લોહીલૂહાણ હાલતમાં જોતા પોલીસ અને 108ને જાણ કરી હતી. બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી પોલીસે આજાણ્યા શખ્સ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી હતી. સાવરકુંડલા પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી અને ગણતરીની કલાકોમાં જ આરોપી ઝડપાય ગયો હતો.

 પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી

અમરેલી એલસીબી, એસઓજી સહિતની ટીમે આરોપી રાજુ ઉર્ફે કડી નારણ માંગરોળીયા નામના 35 વર્ષના આરોપીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે. આ નરાધમ સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. અમરેલી પોલીસે ઘટનાની ગંભીરતા દાખવી જેના કારણે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here