- Advertisement -
સયાજી હોસ્પિટલમાં કોવિડની સારવાર લેતા ૬૫ વર્ષના વૃદ્ધાનું મોત થયું છે. હાલમા સયાજીમાં કોરોનાનો એક દર્દી સારવાર લઇ હેઠળ નથી.
શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષના વૃદ્ધાને ઝાડા ઉલટી થતા સારવાર માટે ફતેગંજ વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ૧૦ દિવસ પૂર્વે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને શ્વાસ લેવામાં તકલીફ થતા તબિયત વધારે બગડી હતી. તેઓનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવતા પોઝિટિવ આવ્યો હતો. જેથી, તેઓની કોવિડની સારવાર શરૃ કરવામાં આવી હતી. પરંતુ, તબિયતમાં સુધારો નહીં થતા ગત તા.૫ મી એ સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને હાર્ટે અને કિડનીની પણ બીમારી હતી. વેન્ટિલેટરના સપોર્ટ પર રહેલા વૃદ્ધાનું આજે બપોરે મોત નિપજ્યું હતું.