Sunday, September 19, 2021
Homeબ્રિટિશોએ બનાવેલું 650 ઘરનું ‘ખારાઘોડા’ જ્યાં છતમાં બારીઓ છે
Array

બ્રિટિશોએ બનાવેલું 650 ઘરનું ‘ખારાઘોડા’ જ્યાં છતમાં બારીઓ છે

આઝાદી પહેલા ખારાઘોડામાં બ્રિટિશ હકૂમત સમયે સને 1872માં અંગ્રેજોએ મીઠું પકવવાની શરૂઆત કરી હતી. એ સમયે અંગ્રેજોએ 650 લાઇનબધ્ધ મકાનો સાથેનું એક આખુ “ખારાઘોડા-નવાગામ’ વસાવ્યું હતુ. આ મકાનોમાં પ્રથમ લાકડાના માળખા બનાવી લોખંડની ગડરો ગોઠવી બાદમાં દિવાલ બનાવવામાં આવેલી હોવાથી 2001માં આવેલા વિનાશક ભૂંકપમાં આ 650 મકાનોની કાંકરી પણ ખરી નહોતી. ખારાઘોડામાં અંગ્રેજો દ્વારા મીઠા પર ટેક્સ વસૂલાતો હતો અને એ ટેક્ષની રકમમાંથી અંગ્રેજોનું ત્રીજા ભાગનું સંરક્ષણ બજેટ પૂરું પાડવામાં આવતુ હતુ. અંદાજે 150 વર્ષ અગાઉ વસાવાયેલા ખારાઘોડા-નવાગામમાં સાત ભવ્ય બંગલા પણ હતા. ગામમાં પ્રવેશતા ડાબી બાજુ એક ભવ્ય વિલ્સન હોલ આવેલો છે. જ્યાં બ્રિટિશ હકૂમત સમયે અંગ્રેજ અમલદારોની મીટિંગ યોજાતી હતી.

આ આલિશાન મકાનોમાં પ્રથમ લાકડાંના માળખા બનાવી લોખંડની ગડરો ગોઠવી બાદમાં દીવાલ બનાવેલી હોવાથી વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં કાંકરી પણ ખરી નહોતી, ઉપરાંત છતમાં બારીને લીધે 48 ડિગ્રી તાપમાનમાં પણ એર કન્ડિશનર જેવી ઠંડક મળે છે

હારબંધ આવેલા મકાનોની ડ્રોન તસવીર

હારબંધ આવેલા મકાનોની ડ્રોન તસવીર

1880માં કસ્ટમનું મકાન પણ બનાવ્યું હતું

બ્રિટિશ હકૂમત સમયે ખારાઘોડા-નવાગામમાં કસ્ટમની ભવ્ય બિલ્ડિંગ હતી. જેના પર આજે પણ સને 1880 લખેલું સ્પષ્ટ વંચાય છે. અંગ્રેજોની વિદાય થતાં કસ્ટમ વિભાગમાંથી સોલ્ટ ડિપાર્ટમેન્ટ અલગ પડ્યું હતુ. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા ખારાઘોડા ખાતે હિંદુસ્તાન સોલ્ટ લિ.ની સ્થાપના કરી હતી.

મકાનોનું ભાડું મહિને માત્ર 75 પૈસા જ હતું

1947માં દેશ આઝાદ થતાં ભારત સરકારે ખારાઘોડામાં હિંદુસ્તાન સોલ્ટ લિ.ની સ્થાપના કરી હતી. ત્યારબાદ આ મકાનોમાં કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ અને મજૂર કામદારો તથા અગરિયાઓ વસવાટ કરતા હતા. એ સમયે ત્રીજા દરજ્જા મકાનોનું ભાડું 75 પૈસા, બીજા દરજ્જાના મકાનોનું ભાડું રૂ. 1.25 અને પ્રથમ દરજ્જાના બંગલ‌ાનું ભાડું રૂ. 3 હતં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments