- Advertisement -
ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય
રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરવાનો અપાયો આદેશ
મોરબી બ્રિજ દુર્ઘટના કેસની આજરોજ હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. મોરબીમાં થયેલા ભયાનક પુલ અકસ્માત બાદ હાઈકોર્ટે ભૂપેન્દ્ર સરકારને રાજ્યના તમામ પુલનો સર્વે કરવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટ દ્વારા કેટલા બ્રિજ યોગ્ય સ્થિતિમાં હોવાનું રાજ્ય સરકારને પૂછવામાં આવ્યું છે. હાઈકોર્ટે આ તમામ બ્રિજની યાદી માંગવામાં આવી છે. હાઈકોર્ટે સુનવણી દરમિયાન રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો અને મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોને અપાયેલું વળતર ખૂબ ઓછું હોવાની ટકોર પણ કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે કેસના અહેવાલને જોયા બાદ મૃતકો અને ઈજાગ્રસ્તોના સંબંધીઓને આપવામાં આવતા વળતરમાં વધારો થવો જોઈએ તેમ જણાવ્યું હતું.