- Advertisement -
ભાજપ ઉમેદવારના પ્રચાર અર્થે રેલીનું કરાયું આયોજન
રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા
બાઈટ : યોગેન્દ્રસિંહ પરમાર, ઉમેદવાર, ભાજપ
ખેડા જીલ્લાના ઠાસરા તાલુકામાં ભાજપના મેન્ડેડ થી ચૂંટણી લડતા યોગેન્દ્રસિંહ રામસિંહ પરમારના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા તથા ડાકોર શહેર સંગઠન ભાજપ દ્વારા ડાકોર નગરના વિવિધ વોર્ડમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠન તેમજ ભાજપ યુવા મોરચા, તાલુકાના હોદ્દેદારો તથા નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી સ્વામિનારાયણ મંદિરેથી નીકળીને સમગ્ર ડાકોરના વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવી હતી.
રિપોર્ટર – સોહિલ વ્હોરા. ખેડા.ઠાસરા