બીટ એક ફાયદા અનેક, શરીરમાં રહેલી બિમારીઓને કરી દેશે ચપટી વગાડતા દૂર

0
9

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. લીલી હળદર, ટામેટાં અને બીટ મળવાનાં શરૂ થઇ ગયાં છે. સામાન્ય રીતે બીટનું સેવન મોટા ભાગે લોકો સલાડમાં કરતા હોય છે, જેના લાલ રંગના કારણે મોટા ભાગના લોકો એમ જ માને છે કે બીટ માત્ર હિમોગ્લોબિન વધારશે, પરંતુ બીટના એક નહીં, અનેક ફાયદા છે.

  • બીટ હૃદય માટે પણ ફાયદાકારક
  • બીટમાં મેગ્ને‌િશયમનો ભરપૂર સ્રોત

જો તમે વજન ઉતારવાનું વિચારી રહ્યા છો તો આ બીટ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. બીટના જ્યૂસમાં વિટામિન-સી, ફાઇબર, નાઇટ્રેટ્સ, બેટાનીન જેવાં પોષકતત્ત્વો હોય છે, જે તમારા પેટની ચરબી ઓછી કરે છે. બીટને તમે બાફી અથવા તો શેકીને પણ ખાઇ શકો છો, જોકે તેને બાફતાં કે શેકતાં તેમાં રહેલાં પોષકતત્ત્વો ઓછાં થઇ જાય છે. એવામાં બીટનું જ્યૂસ વધારે ફાયદાકારક છે.

• બીટના જ્યૂસમાં ઓછી માત્રામાં કેલરી હોય છે અને આ જ્યૂસથી એનર્જી પણ મળે છે. બીટમાં મેગ્ને‌િશયમનો ભરપૂર સ્રોત હોય છે. મેગ્નેશિયમ એક એવું ખનિજ છે, જે વજન ઓછું કરવા માટે મદદરૂપ થાય છે.
• બીટ હૃદય માટે પણ ફાયદાકારક છે. બીટનું જ્યૂસ તમને હાઇપરટેન્શન અને હાર્ટ પ્રોબ્લેમથી દૂર રાખે છે. બીટના જ્યૂસનું સેવન કરવાથી વ્યક્તિના શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે.

• હાઇ બીપીની સમસ્યાથી પરેશાન હો તો બીટનું જ્યૂસ પીવાથી માત્ર એકાદ-બે કલાકમાં શરીર નોર્મલ થઇ જાય છે.
• ફાઇબરથી ભરપૂર બીટ તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને સ્મૂધ બનાવે છે અને પેટ સંબંધિત તમામ બીમારી સામે લડવામાં મદદરૂપ થાય છે.
• બીટ ચહેરા પર પડતી કરચલી દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે, તેમાં હાજર એન્ટિ-ઓક્સિડન્ટ ચહેરા પર પડેલી કરચલી હટાવવામાં મદદ કરે છે. આ સમસ્યા દૂર કરવા નિયમિત બીટનો રસ ચહેરા પર લગાવો.
• પૌષ્ટિકતાથી ભરપૂર બીટમાં નેચરલ શુગર હોય છે. આ સિવાય કેલ્શિયમ, મિનરલ, મેગ્નેશિયમ, આયર્ન, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ક્લોરિન, આયોડીન અને અન્ય મહત્ત્વપૂર્ણ વિટામિન મળી જાય છે. આ માટે ઘરમાં બાળકોને બીટ સલાડ કે જ્યૂસ રૂપે ચોક્કસથી ખવડાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here