ગુજરાતના વિકાસમાં કડવા પાટીદાર સમાજનો મોટો ફાળો રહ્યો છે: વિજય રૂપાણી

0
10

તા. 19 ડિસેમ્બર 2019 ગુરૂવાર

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પાટીદાર સમાજ પહેલાથી જ સમાજ ઉત્થાનમાં અગ્રેસર રહ્યો છે. તે જ રીતે આ મહોત્સવમાં યોજાયેલ મહાયજ્ઞમાં તમામ જ્ઞાતિના લોકોનો સમાવેશ કરીને સમાજિક સમરસતાનું પણ ઉત્કૃષ્‍ટ ઉદાહરણ પરું પાડયું છે.

ઉંઝા ખાતે યોજાઇ રહેલા લક્ષચંડી મહાયજ્ઞમાં તેમણે કહ્યું કે, આ માત્ર ઘાર્મિક કાર્યક્રમ ન બની રહેતાં સમાજિક ઉત્થાન સાથે રાષ્‍ટ્ર ઉત્થાન માટેનો કાર્યક્રમ બની રહે તે માટે કૃષિથી માંડી અવકાશ સુઘીના થીમ પેવેલિયનનું આયોજન કરવામાં આવ્યું છે. તે રીતે આ કાર્યક્રમ સમાજ ચેતનાનો કાર્યક્રમ બની રહેવાનો છે.

તેમણે કહ્યું કે, ઉમિયાનગરીમાં જે સજ્જતાથી વ્યવસ્‍થાઓ ગોઠવવામાં આવી છે. તે મેનેજમેન્ટના અભ્યાસીઓ માટે સારું મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય તે માટેનો કેસ સ્‍ટડી બની રહેશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આ ઇશ્વરીય કાર્ય છે. આવા કાર્ય હજારો લોકોના પરિશ્રમથી સાકાર થતાં હોય છે. કડવા પાટીદાર સમાજ જ આવા ભવ્યાતિભવ્ય કાર્યક્રમ કરી શકે તેવું શક્તિ-સામર્થ્ય ઘરાવે છે.

વડાપ્રધાનનરેન્દ્ર મોદી નયા ભારતના નિર્માણમાં જે હિંમતથી નિર્ણયો લઇ રહ્યાં છે. તેના દ્વારા ભારતમાતા જગત જનની બનશે જ. વડાપ્રધાન આ ઘરતીના સંતાન છે અને મા ઉમિયાના આર્શીવાદથી તેઓ આવા મક્કમ નિર્ણયો લઇ શક્યા છે, તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીએ મા ઉમિયા- દુર્ગાની શક્તિ આપણા પર ઉતરે, મા અન્નપૂર્ણા સૌનું પેટ ભરે, મા સરસ્‍વતી સમાજમાંથી અજ્ઞાનતા દૂર કરે તેવી આઘ્યાત્મિક ચેતના સમાજમાં બની રહે તેવી મંગલ કામના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here