Monday, December 5, 2022
Homeગુજરાતલીંબડી પાલિકાના ભાજપના કાઉન્સિલરનું જુગારધામમાં નામ ખુલતા ધરપકડ કરાઈ

લીંબડી પાલિકાના ભાજપના કાઉન્સિલરનું જુગારધામમાં નામ ખુલતા ધરપકડ કરાઈ

- Advertisement -

લીંબડી નગરપાલિકાના સદસ્યનું જુગારધામમાં તેમજ અન્ય જુગારના કેસમાં નામ ખુલતા લીંબડી પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. જેને લઈ જિલ્લાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. ભાજપના ચૂંટાયેલા આગેવાન ગુનાખોરીનો ઇતિહાસ ધરાવતા હોવાની ચોંકવાનારી વિગતો બહાર આવતા ચકચાર મચી છે. લીંબડી શહેરમાં વર્ષ 2021 દરમિયાન સ્ટેટ વિજીલન્સની ટીમે લીંબડી કંસારા બજારમાં દરોડો કરી મોટુ જુગારધામ ઝડપી પાડ્યું હતું. જેમાં મોટી રકમો ઝડપાતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા હતા. આ જુગારધામમાં લીંબડી નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના ભાજપ કાઉન્સલર અને મહેકમ શાખાના ચેરમેન દિલીપ પ્રતાપભાઇ ડણીયાનું નામ ખલ્યું હતું.

આ ઉપરાંત અન્ય પણ બેથી ત્રણ જુગારના કેસમાં દિલીપ ડણીયાનું નામ ખુલતા લીંબડી પોલીસે દિલીપ ડણીયા વિરૂદ્ધ પાસા હેઠળની કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર સમક્ષ પાસા અંગેની દરખાસ્ત કરતા જિલ્લા કલેક્ટરે મંજૂરી આપી હતી. જેથી લીંબડી પોલીસ દ્વારા પાસા હેઠળ દિલીપ ડણીયાની ધરપકડ કરી અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે લીંબડી નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્ય અને એસ્ટાબ્લીશમેન્ટ સમિતિના ચેરમનેની પાસા હેઠળ ધરપકડ થતાં ભાજપની છબી ખરડાઇ છે. જોકે, આ મામલે ભાજપના આગેવાનોએ મૌન સેવી લીધુ હતું અને ફોન રિસિવ કરવાનું પણ ટાળ્યું હતું. જ્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ કાંઇ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular