Monday, October 18, 2021
Homeકોરોનાની સારવાર : હાઈડ્રોક્સીક્લોરોક્વીન બાદ લોહી પાતળું કરતી દવા, એઝિથ્રોમાઈસિન+ન્યુમોનિયા અને બ્રેઈન...
Array

કોરોનાની સારવાર : હાઈડ્રોક્સીક્લોરોક્વીન બાદ લોહી પાતળું કરતી દવા, એઝિથ્રોમાઈસિન+ન્યુમોનિયા અને બ્રેઈન થેરેપી અજમાવશે વૈજ્ઞાનિકો

ન્યૂયોર્ક. અમેરિકન સંશોધનકારોએ કોરોના સામે લડવા માટે સારવારની ચાર નવી પદ્ધતિઓ સૂચવી છે, તેના પર ટૂંક સમયમાં ટ્રાયલ શરૂ થશે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કોરોના પીડિતોમાં લોહી ગંઠાઈ જવાના કિસ્સા વધુ જોવા મળે છે. તેને દવાઓથી નિયંત્રિત કરીને સ્થિતિ સુધારી શકાય છે. કેન્સરમાં ઉપયોગમાં લેવાતી થેરેપી, બ્રેઈન સ્કેનિંગ અને ડ્રગના કોમ્બિનેશનથી  સંક્રમણની અસર ઓછી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. વાંચો, અમેરિકન વૈજ્ઞાનિકો કોરોનાને હરાવવા શું કરી રહ્યા છે.

કોરોના સામે લડવા માટે ચાર શસ્ત્રો

પ્રથમ: લોહી પાતળું કરતી દવાઓથી  50 ટકા સુધી  સુધારણાની સંભાવના

લોહી પાતળું કરતી દવાઓ કોરોના પીડિતોની સ્થિતિમાં 50 ટકાનો સુધારો કરી શકે છે. અમેરિકન સંશોધનકારોના જણાવ્યા મુજબ, વેન્ટિલેટર પરના દર્દીઓને જો આવી દવાઓ આપવામાં આવે તો તેમના જીવતા રહેવાનો દર 130 ટકા સુધી વધી જાય છે. દવાથી ગંઠાયેલા લોહીને પાતળું કરવાની સારવારને એન્ટિ કોગ્યુલન્ટ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. રિસર્ચ કરનાર ન્યૂયોર્ક માઉન્ટ સિનાઈ હેલ્થ સિસ્ટમની ટીમના જણાવ્યા પ્રમાણે, નવી માહિતી કોરોનાના ર્દીઓને બચાવવામાં મદદ કરશે.

લોહીને ઘટ્ટ કરતા અટકાવે તેવી  દવાઓ આપવામાં આવી રહી છે

સંશોધનકર્તા ડો.ગિરીશ નંદાકરાણીના જણાવ્યા પ્રમાણે, સારવાર દરમિયાન અમે કોરોનાથી સંક્રમિત દર્દીઓમાં લોહી ઘટ્ટ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે. આ સ્થિતિમાં દર્દીઓને એવી દવા આપવામાં આવી રહી છે જે લોહીને ઘટ્ટ કરતા અટકાવે છે. લોહી ઘટ્ટ થવાથી તેની અસર પગની આંગળીઓથી લઈને મગજ સુધી થાય છે. દર્દીઓ બ્રેઈન સ્ટ્રોકથી પીડાઈ રહ્યા છે અથવા મરી રહ્યા છે.

બીજીઃ એન્ટિબાયોટિક એઝિથ્રોમાઈસિન અને ન્યુમોનિયાની દવાના કોમ્બિનેશનથી કોરોનાને હરાવવાની તૈયારી

અમેરિકાના સંશોધનકારોએ તાજેતરમાં એન્ટિબાયોટિક એઝિથ્રોમાઈસિન  અને ન્યૂમોનિયાની દવાના કોમ્બિનેશનનું ટ્રાયલ કોરોનાના ગંભીર દર્દીઓ પર કરવા જઈ રહ્યા છે. આ કોમ્બિનેશનમાં ઉપયોગ કરવામાં આવી રહેલી ન્યૂમોનિયાની દવાનું નામ એટોવેક્યોન છે. ટ્રાયલ એરિઝોનાની ટ્રાન્સલેશનલ જિનોમિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે થશે.

વાઈરસના અનુસાર દવામાં ફેરફાર થશે

સંશોધનકારોના મતે, આ કોમ્બિનેશન ડ્રગના કેટલાક જોખમ પણ છે જેમ કે, કાર્ડિયાક સાઈડ ઈફેક્ટ. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, એટોવેક્યોન કોવિડ-19ની સારવારમાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, દર્દીઓના સ્વેબ લેવાથી તેમાં વાયરસની સંખ્યા જોવા મળશે. તેના અનુસાર દવાઓ અને થેરેપી આપવામાં આવશે.

ત્રીજું: બ્રેઈન થેરેપી આપશે વેન્ટિલેટરથી છૂટકારો, અમેરિકાના સંશોધનકારોએ રિસર્ચમાં દાવો કર્યો છે 

અમેરિકાના સંશોધનકારોએ બ્રેઈન થેરેપીને કોરોનાના ગંભીર દર્દીઓ માટે મદદગાર ગણાવી છે. કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, મગજના કેટલાક જરૂરી ભાગ એવા હોય છે જે શ્વાસ અને રક્તસંચારને કંટ્રોલ કરે છે. જો આવા ભાગને ટાર્ગેટ કરતી થેરેપીનો ઉપયોગ કોરોના દર્દીઓ પર કરવામાં આવે તો તેમને વેન્ટિલેટરની જરૂર પડશે નહીં.

બ્રેઈનથી શ્વાસ કંટ્રોલ કરવાની રીત

સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, કોરોનાના કેટલાક દર્દીઓમાં ઈમ્યુન સિસ્ટમ મજબૂત હોય છે પરંતુ ભવિષ્યમાં ફેફસાં ખરાબ રીતે ડેમેજ થઈ શકે છે. આવા દર્દીઓ આગળ જઈને એક્યૂટ લંગ ઈન્જરી અને એક્યૂટ રેસ્પિરેટ્રી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમનો ભોગ બની શકે છે. તેનાથી બચવા માટે બ્રેઈનની સ્થિતિ કંટ્રોલ કરીને આ બીમારીઓને અટકાવી શકાય છે.

ચોથુંઃ પ્રોસ્ટેટ કેન્સર થેરેપી કોવિડ -19 નું જોખમ ઘટાડે છે

એન્નલ્સ ઓફ ઓન્કોલોજી જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, પ્રોસ્ટેટ કેન્સર થેરેપી લઈ રહેલા પુરુષોમાં કોવિડ-19ના કેસ ઓછા છે. આવા લોકોમાં કોરોનાનું સંક્રમણ હોય તો પણ સ્થિતિ વધુ ગંભીર નહીં હોય. અમેરિકાના સંશોધનકારોએ આ રિસર્ચ એવા  4532 પુરુષો પર કર્યું છે જે કેન્સરની સામે લડી રહ્યા હતા.

કેન્સરના દર્દીઓમાં સંક્રમણનું જોખમ બમણું

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, કેન્સરના દર્દીઓમાં કોરોનાનું સંક્રમણનું જોખમ બમણું હોય છે પરંતુ જો કેન્સરની એન્ડ્રોજન ડેપ્રિવેશન થેરેપી લઈ રહ્યા હતા તેમનામાં બીમારીની શક્યતા ઓછી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments