5 કેસોમાં પાલનપુર અધિક કલેકટરે 8.90 લાખનો દંડ ફટકાર્યો

0
1

ઘઉં નાખીને ફરાળી લોટ બનાવતી સુરતની જય શ્રીસ્વામિનારાયણ પેઢી સામે ફૂડ સેફટી વિભાગે કાર્યવાહી કર્યા બાદ અધિક કલેકટરે 3 લાખનો દંડ ફટકાર્યો છે જ્યારે લોટ વેચનાર પાલનપુરની ગુરુદેવ ટ્રેડિંગને 50 હજારનો દંડ કર્યો છે. આ ઉપરાંત જિલ્લામાં ડીસા, વડગામ પાલનપુરમાં સોયાબીન, ઓઇલ, રાઈડા તેલ નારિયેળ તેલ અને હળદરના વિક્રેતા અને ઉત્પાદક પઢીઓ સામેના જુદા જુદા 5 કેસોમાં પાલનપુર અધિક કલેકટરે 8.90 લાખનો દંડ ફટકાર્યો છે.

ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા સેમ્પલ

જિલ્લામાં જુદી જુદી વેપારી પેઢીઓ ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરાય છે જે અંતર્ગત તાજેતરમાં લેવાયેલા સેમ્પલ આવતા જિલ્લા અધિક કલેકટર દ્વારા આવા એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા સેમ્પલ સબસ્ટાન્ડર્ડ આવ્યા હતા જે અંગે જેતે વેપારી એકમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પાલનપુરની જુના ગંજ બજારમાં આવેલી ગીરીશભાઈ નાગરભાઈ પટેલ અને ચંદ્રકાંત કનૈયાલાલ શાહની ગુરુદેવ ટ્રેડીંગ કંપનીમાંથી જય શ્રી સ્વામિનારાયણ મિક્સ ફરાળી લોટમાં ઘઉંની ભેળસેળ સામે આવી હતી જેથી 50 હજારનો દંડ કરાયો હતો. જ્યારે સુરત ખાતે આવેલી જય શ્રી સ્વામિનારાયણ ગૃહ ઉદ્યોગ ઉત્પાદક પેઢીના ચાર ભાગીદારોને ત્રણ લાખનો દંડ કર્યો છે. વડગામમાં મહેશભાઈ ત્રિકમદાસની માયા માર્કેટિંગ પેઢીમાંથી રિફાઇન્ડ સોયાબિન ઓઇલમાં અન્ય હલકી કક્ષાના ઓઇલની ભેળસેળ સામે આવતા એક લાખનો દંડ કરાયો છે.

વેપારી પેઢીને દોઢ લાખનો દંડ

જયારે ઉત્પાદન કરનાર ડીસાની રાજેશભાઈ શંકરલાલ પોપટીયાની સવાઈ માર્કેટિંગ વેપારી પેઢીને દોઢ લાખનો દંડ કરવામાં આવ્યો છે. ઉપરાંત વડગામમાં લક્ષ્મણભાઈ ગંગારામભાઈ પ્રજાપતિની શીતલ ટ્રેડિંગ કંપનીમાથી ગજાનંદ બ્રાન્ડનું હળદર પાવડરનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ થતા 25 હજારનો દંડ કર્યો હતો જ્યારે કલોલની દશરથભાઈ આર પટેલની ગજાનંદ ફૂડ પ્રા.લી. ને 50 હજારનો દંડ ફટકાર્યો છે. સુંઢા ગામમાંથી જીતેન્દ્રભાઈ જયંતીલાલ રૂપપુરાની જયઅંબે કિરાણા સ્ટોર્સમાંથી ચેતક રાયડા તેલનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવતા 15 હજારનો દંડ કરાયો હતો જ્યારે ડીસાની પ્રફુલ કાંતિલાલ ઠક્કરની પ્રભાકર ટ્રેડિંગ કંપનીને એક લાખનો દંડ ઉપરાંત જીઆઇડીસીમાં હિતેશ કનુભાઈ ઠક્કરની ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ પેઢીમાંથી ફૂડ વિભાગે કોકોબાર બ્રાન્ડના નારિયેળ તેલનું સેમ્પલ લીધું હતું જે સબ સ્ટાન્ડર્ડ આવતા એક લાખ દંડ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here