Friday, March 29, 2024
Homeવડોદરા : રેલવે સ્ટેશન પર સ્કૂલ બેગમાં દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો.
Array

વડોદરા : રેલવે સ્ટેશન પર સ્કૂલ બેગમાં દારૂની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાયો.

- Advertisement -

દારૂનો વેપલો કરતા બુટલેગરો અને ખેપીયાઓએ હવે દારૂની હેરાફેરી માટે કોવિડ સ્પેશિયલ ટ્રેનોનો ઉપયોગ શરૂ કરી દીધો છે. અમદાવાદ કોવિડ-19 AC ડબલ ડેકર સ્પેશિયલ ટ્રેનમાં સ્કૂલ બેગમાં વિદેશી દારૂ લઇને આવી રહેલા બુટલેગરને રેલવે ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. બુટલેગર સેલવાસ અને મુંબઇ ખાતેથી દારૂની બોટલો લાવીને છૂટક વેચાણ કરતો હતો.

પોલીસે બુટલેગર પાસેથી 10 હજારની કિંમતનો દારૂ જપ્ત કર્યો

વડોદરા રેલવે ક્રાઇમ બ્રાંચમાંથી મળેલી માહિતી પ્રમાણે અમદાવાદ કોવિડ-19 AC ડબલ ડેકર સ્પેશિયલ ટ્રેનમાં દારૂ ભરેલી સ્કૂલ બેગ સાથે અમદાવાદના શખ્સને વડોદરા રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મીઓએ ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે ઝડપાયેલા બુટલેગર પાસેથી 10 હજાર ઉપરાંતની કિંમતની 20 બોટલો કબજે કરી હતી.

ચેકિંગ ઓછું હોવાથી બુટલેગર કોવિડ સ્પેશિયલ ટ્રેનમાં દારૂ લાવતો હતો

પોલીસની તપાસમાં ખુલ્યું છે કે, બુટલેગર કોવિડ સ્પેશિયલ ટ્રેનમાં ચેકિંગ ઓછું હોવાથી કોવિડ સ્પેશિયલ ટ્રેનમાં દારૂ લાવતો હતો અને છૂટક વેચાણ કરતો હતો. વડોદરા પશ્ચિમ રેલવે લોકલ ક્રાઇમ બ્રાંચના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-4 ઉપર અમદાવાદ કોવિડ-19 AC ડબલ ડેકર સ્પેશિયલ ટ્રેનમાંથી એક યુવક બે સ્કૂલ બેગ લઈ ઊતર્યો હતો. ક્રાઇમ બ્રાંચના જવાનોને શંકા જતા પોલીસે તેને રોકી સ્કૂલ બેગોની તપાસ કરી હતી. જેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 10,185 રૂપિયાની કિંમતની કાચની 13 બોટલો અને પ્લાસ્ટિકની 7 બોટલો મળી આવી હતી.

અમદાવાદનો બુટલેગર સેલવાસ અને મુંબઈથી દારૂ લાવતો હતો

પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતા અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં ધનાસુથારની પોળમાં રહેતો હિતેન ગાંધી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બુટલેગર હિતેન ગાંધીની આકરી પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, આ દારૂની બોટલો સેલવાસ ખાતેના બાર તથા મુંબઈ ખાતેથી અમિત નામના વ્યક્તિ પાસેથી લાવતો હતો. અને પોતાના રહેણાંક વિસ્તારમાં છૂટકથી વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું.

દારૂની હેરાફેરી માટે સ્કૂલ બેગનો ઉપયોગ કરતો હતો

પોલીસ તપાસમાં એવી પણ વિગત બહાર આવી હતી કે, હિતેન ગાંધી છેલ્લા ઘણા સમયથી ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો હતો અને જ્યારથી કોવિડ સ્પેશિયલ ટ્રેન શરૂ થઇ ત્યારથી કોવિડ સ્પેશિયલ ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો હતો અને કાયમ તે દારૂની હેરાફેરી માટે સ્કૂલ બેગનો ઉપયોગ કરતો હતો. જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકાય. જોકે, ક્રાઇમ બ્રાંચની નજર હિતેન બચી શક્યો ન હતો અને દારૂના ધંધાનો પર્દાફાશ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular