હિંમતનગર : ઇંગ્લીશ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો

0
10

બુટલેગરો તેમજ ખેપીયા ઓ પાસેથી પકડાયેલ દારૂના જથ્થાને કોર્ટની મંજૂરી લઇ નાશ કરી દેવામાં આવતો હોય છે. વિદેશી દારૂના ગુનાના અલગ અલગ કેસ નોંધી એક આઇશર અને બે છોટા હાથી ઝડપી પાડી આ વાહનોને ડિટેઇન કરી હિંમતનગર પોલીસ દ્વારા કાયદેશેરની કાર્યવાહી કરવામાં આવી હતી.

સાબરકાંઠાના હિંમતનગરના એ ડીવીજન, બી ડીવીજન, અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન એમ ત્રણે પોલીસ સ્ટેશન માં વિદેશી દારૂનો જથ્થો જમા થઇ ગયો હોવાથી પી એસ આઈ રાઠોડ સાહેબ, ગઢવી સાહેબ, અને ગ્રામ્ય પી એસ આઈ મેડમ ચૌધરી સાહેબ, રેવન્યૂ ખાતાનો સ્ટાફ, મામલતદાર સાહેબ, સૂર્યવંશી સાહેબ દેસાઈ સાહેબ તેમજ પ્રાંત સાહેબ અને સરકારી કર્મચારી હાઝર રહી ઇડર બાઈ પાસ પર રેલવે ફાટકની બાજુમાં અગિયાર લાખ પાંત્રીસ હઝારના વિદેશી બ્રાન્ડની વિવિધ કંપનીની બોટલો તેમજ ટીનને નીચે ગોઠવી દઈ તેના ઉપર બુલડોઝર દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો.

દારૂ પર બુલડોઝર ફેરવતા રીતસર ની દારૂની રેલમ છેલ થઇ ગઈ હતી અને ઇંગ્લિશ દારૂની નદી વહી રહી હતી તેવામાં હાઈવે પરથી પસાર થતા લોકોમાં કુતુહુલ સર્જાતા લોકો જોવા ઉભા રહી ગયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here