માર્કેટમાં તેજીનું બાઉન્સબેક : સેન્સેક્સ અને નિફ્ટી દિવસભરની વધઘટ બાદ વધીને સેટલ

0
0

ઇન્ટ્રા ડેની વધઘટ બાદ અંતિમ સેશનમાં ઘરેલુ શેરબજાર વધીને બંધ આવ્યું છે. સળંગ પાંચ દિવસની તેજીને બુધવારે બ્રેક લાગી હતી. પરંતુ આજે ફરી માર્કેટ સુધારા સાથે સેટલ થયું છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 408 પોઈન્ટ અથવા 1.12 ટકા ઉછળીને 36,737 નજીક જ્યારે નિફ્ટી 50 આંક 107 અંક અથવા 1.01 ટકા વધીને 10,813 નજીક બંધ આવ્યા છે.

બેંક નિફ્ટી ઈન્ડેક્સ આજે 322 પોઈન્ટના સુધારા સાથે 22,907 નજીક સેટલ થયો છે. જ્યારે બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.07 ટકા અને 0.49 ટકા વધીને બંધ આવ્યા છે. જ્યારે વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે બીએસઈ પર ઓઇલએન્ડગેસ, FMCG અને પાવર સેક્ટરમાં વેચવાલી જોવા મળી છે. જ્યારે અન્ય સેક્ટર્સ સુધરીને બંધ આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ આજે લગભગ 1,415 શેર્સમાં તેજી જ્યારે 1,246 શેર્સમાં મંદી જોવા મળી છે. ઉપરાંત, 146 શેર્સ ફેરફાર વગર રહ્યા છે. ભારતીય ચલણની વાત કરીએ તો આજે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 3 પૈસા વધીને 74.99 પર બંધ આવ્યો છે. જ્યારે આ પહેલા 74.94 નજીક ખુલ્યો હતો. બુધવારે રૂપિયો 75.02 પર સેટલ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here