Wednesday, November 30, 2022
Homeદેશમહારાષ્ટ્રના થાણેમાં વિદ્યાર્થીઓ ભરેલી બસ પલટી

મહારાષ્ટ્રના થાણેમાં વિદ્યાર્થીઓ ભરેલી બસ પલટી

- Advertisement -

મહારાષ્ટ્રના થાણે ખાતે આજે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના નોંધાઈ છે. અંબરનાથ ક્ષેત્રમાં એક સ્કૂલ બસનો ભયાનક અકસ્માત થયો હતો. વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી એક સ્કૂલ બસ પલટી જતા હડકંપ મચી ગયો હતો. આ સ્કૂલ બસમાં 17થી 18 વિદ્યાર્થીઓ હતા. આ અક્સમાતની જાણકારી મળતા જ તમામ વિદ્યાર્થીઓના માતા-પિતા સદમામાં હતા. આ અકસ્માત અંબરનાથની ગ્રીન સિટી કોમ્પલેક્સમાં સવારે લગભગ 9:50 વાગ્યે સર્જાયો હતો. જોકે, સદભાગ્યે આ અકસ્માતમો કોઈનો જીવ નહોતો ગયો. સ્કૂલ બસ પલટી જતા સ્થાનિક લોકોએ તરત જ દુર્ઘટનાગ્રસ્ત બસમાંથી વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર નીકાળ્યા હતા.

રોજ જેમ જ સ્કૂલ બસ અંબરનાથના ગ્રીન સિટી વિસ્તારમાં વિદ્યાર્થીઓને લેવા અને ઉતારવા માટે આવતી હતી. મીની બસમાં કુલ 17 વિદ્યાર્થીઓ બેઠા હતા. આ તમામ વિદ્યાર્થીઓને લઈને બસ અંબરનાથની ઈનરવ્હીલ સ્કૂલ જઈ રહી હતી. આ વખતે બસ ગ્રીન સિટી કોમ્પ્લેક્સના રેમ્પ પર ઉભી હતી ત્યારે અચાનક ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ સીધી રિવર્સમાં ગઈ હતી અને ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. આ ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી.

બસ પલટી જતા ત્યાં આજુ બાજુ ઉભેલા અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ પણ દુર્ઘટનાગ્રસ્ત બસના વિદ્યાર્થીઓને બચાવવા આગળ આવ્યા હતા અને સોસાયટીના લોકોએ તમામ વિદ્યાર્થીઓને બસમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ અક્સમાતમાં તમામ 17 વિદ્યાર્થીઓ સુરક્ષિત છે અને એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા પહોંચી છે. જોકે, અકસ્માતનું સાચું કારણ સ્પષ્ટ નથી થયું. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular