ગુજરાત : અનલોક -1માં સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટની બેઠક મળી, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મંત્રીઓ જોડાયા

0
14

ગાંધીનગર. અનલૉક 1 અંતર્ગત 1 જૂનથી સરકારી કચેરીઓ અને મંત્રીઓની કચેરીઓમાં કાર્યારંભ ફરી પૂર્વવત થયા બાદ આજે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની પ્રથમ કેબિનેટ બેઠક સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલન સાથે  સ્વર્ણિમ સંકુલમાં મળી હતી. અગાઉ વીડિયો કોન્ફરન્સિંગથી બેઠકમાં મંત્રીઓ જોડાતા હતા. આજે મંત્રી મંડળના સૌ મંત્રીઓ પ્રત્યક્ષ આ કેબિનેટ બેઠકમાં સહભાગી થયા છે

લોકડાઉનમાં 6 બેઠક વીડિયો કોન્ફરન્સથી યોજાઈ હતી

આ અગાઉ લોકડાઉનના સમય  દરમિયાન પણ  પ્રજા હિતના નિર્ણયો અને જનકલ્યાણ કામો તેમજ આરોગ્ય વિષયક બાબતો સહિતના કામકાજ માટે  મંત્રીમંડળની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી ગાંધીનગરથી અને અન્ય મંત્રીઓ પોતાના જિલ્લાની કલેક્ટર કચેરીઓથી આ વીડિયો કોન્ફરન્સ કેબિનેટમાં જોડાતા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here