Friday, March 29, 2024
Homeગુજરાતલીમખેડા ના ઢઢેલા માં ઉભેલા ટ્રક પાછળ કાર અથડાતા કાર ચાલકનું મોત

લીમખેડા ના ઢઢેલા માં ઉભેલા ટ્રક પાછળ કાર અથડાતા કાર ચાલકનું મોત

- Advertisement -

દાહોદ જિલ્લાના લીમખેડાના ઢઢેલા ગામે એક પેસેન્જર ભરેલી ફોર વ્હીલ ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે હંકારી લાવતાં રસ્તાની સાઈડમાં ઉભેલી એક ટ્રકને પાછળથી અથડાવી હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડીમાં સવાર એક દંપતિ પૈકી તેમના બે પુત્રો મળી ચાર લોકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે ગાડીના ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત થયું હતું.

ધર્મેન્દ્રકુમાર ગીરધરલાલ વાળંદ (રહે. ગાંગરડી, ટુંકીવજુ રોડ, સરકારી મંડળીની સામે, તા. ગરબાડા, જિ.દાહોદ) પોતાની ફોર વ્હીલર ગાડીમાં પેસેન્જરો ભરી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લીમખેડા તાલુકાના ઢઢેલા ગામેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે રસ્તાની સાઈડમાં ડીવાઈડરને અડીને ઉભેલી ટ્રકને ખાલી સાઈડે પાછળના ભાગે જોશભેર અથડાવતાં અકસ્માત થયો હતો.

​​​​​​​ક્રુઝર ગાડીમાં સવાર ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે ટુંકીવજુ ગામે સહકારી મંડળીની સામે રહેતાં દિપ રજનીકાંત શાહ, ચાંદનીબેન દિપ શાહ, હેલીબેન દિપ શાહ (ઉ.વ. ૬) તથા આવ્યાન દિપ શાહ (ઉ.વ. ૦૧) ને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે ગાડીના ચાલક ધર્મેન્દ્રકુમારને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ સંબંધે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular