અમદાવાદ : હાથીજણ-મહેમદાવાદ હાઈવે પર કારમાં લાગી આગ, કારચાલક ભડથું

0
18

અમદાવાદ : શહેરના હાથીજણ- મહેમદાવાદ હાઈવે પર રાધે ઉપવન સામે એક કારમાં આગ લાગી હતી. આગમાં કારચાલકનું આગમાં દાઝી જવાથી મોત થયું છે. ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ગાડી ઘટનાસ્થળે પોહચી હતી. જો કે ત્યાં સુધીમાં ગાડી સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. આગમાં મૃતક વ્યક્તિ મનોજભાઈ સોની ઘટના સ્થળ પાસે આવેલા શ્રદ્ધા પાયોનિયરના જ રહેવાસી હતા. કાર ચાલક ગાડીમાં ડીઝલ ભરાવીને પરત આવતા બની જીવલેણ ઘટના બની હતી. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. scross ગાડી લોક થઈ જવાથી કારચાલક બહાર નીકળી ન શકતાં તેનું મોત થયું હતું. વિવેકાનંદનગર પોલીસે પણ ઘટનાસ્થળે પહોચી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here