ભાવનગર – બિયર ભરેલી કાર ભાવનગરમાં ઘૂસી, પોલીસની નજર પડતા ભગાવી મુકી, પીછો કરી 19 હજારની બિયરની બોટલો ઝડપી

0
10
બિયરના જથ્થા સાથે ઝડપાયેલો શખ્સ
  • પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
બિયરના જથ્થા સાથે ઝડપાયેલો શખ્સ

સીએન 24,ગુજરાત

ભાવનગરવરતેજ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે  એક કાર પસાર થતી હોય જેના પર શંકા જતાં કારને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે પૂરપાટ ઝડપે કારને ભગાડી મુકી હતી. જેથી પોલીસે તેનો પીછો કરી ચિત્રા GIDCમાંથી ઝડપી લઇ કારની તલાશી લેતાં તેમાંથી રૂ. 19200નો બિયરનો જથ્થો મળી આવ્યો હતો. કાર વરતેજ પોલીસ મથકની હદ છોડી D ડિવીઝન પોલીસ મથકની હદમાં ઘૂસી ગઇ હતી. જેથી વરતેજ પોલીસ નરેન્દ્રસિંહએ D ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રૂ. 19200નો બિયરનો જથ્થો અને મોબાઈલ અને કાર મળી રૂ. 524000નો મુદ્દામાલ સાથે શરદભાઈ પાંચાભાઈ ખાખડીયાને સોંપી જીજ્ઞેશ ગોરધનભાઈ અને દિગપાલસિંહ ઉર્ફે કુમારસિંહ સહિત ત્રણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.