Wednesday, September 22, 2021
Homeજામનગર માં સાત રસ્તા પાસે કારનું ટાયર ફાટતા ધડાકાભેર કાર ડિવાઇડર સાથે...
Array

જામનગર માં સાત રસ્તા પાસે કારનું ટાયર ફાટતા ધડાકાભેર કાર ડિવાઇડર સાથે અથડાઈ

જામનગરમાં સાત રસ્તા પાસે શરૂ સેક્શન રોડ પર કારનું ટાયર ફાટતા કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ છે… ડ્રાઈવરે સમય સૂચકતા પારખી તાત્કાલિક એર બેગની મદદથી કારને બચાવવાનો પ્રયાસ કર્યો છતાં પણ કાર પૂરઝડપે આવી રહી હતી એટલે ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી….

કારની પાછળ આવી રહેલા સ્કુટર ચાલક પણ કાર સાથે ધડાકાભેર અથડાયો હતો અને તેમને ઇજા થતા તાત્કાલિક જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે…

જામનગરના સાત રસ્તા વિસ્તારમાં સતત ટ્રાફિક હોય છે. અહીં અકસ્માતનું પ્રમાણ પણ સતત વધતું જોવા મળી રહ્યું છે.. આજે સવારે 10 વાગ્યે કાર ડિવાઈડર સાથે અથડાતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા… અને સ્થાનિકોએ તાત્કાલિક કારમાંથી ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો અને ટ્રાફિકમાં અડચણરૂપ કારને પણ રોડની સાઈડમાં રાખવામાં આવી છે..

રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments