મહેસાણા : ફતેપુરા સર્કલ પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

0
2

મહેસાણા તાલુકા પોલીસેે પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ફતેપુરા સર્કલ પાસે વોચ ગોઠવી હતી. જ્યાં પોલીસે શંકાસ્પદ કાર ચાલકની અટકાયત કરી તપાસ કરતાં કારમાંથી રૂ.36 હજારના દારૂ જપ્ત કરી બે શખ્સોની અટકાયત કરી હતી.

મહેસાણા તાલુકા પીઆઇ આર.આર.ત્રિવેદી તેમની ટીમ સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે ફતેપુરા સર્કલ પાસેથી એક કારમાં દારૂ લઇ જવાતો હોવાની બાતમી મળી હતી. જેને લઇ પોલીસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમી વાળી કાર જીજે 16 એપી 6640 ની અટકાયત કરી ચાલકની પુછપરછ હાથ ધરી હતી. પોલીસે કારમાંથી રૂ.36160 ની કિંમતના વિદેશી દારૂની 86 બોટલ મળી આવી હતી. આ મામલે પોલીસે પટેલ તેજસ રામાભાઇ(રહે.બ્રાહ્મણવાડા, તા.ઊંઝા),પટેલ રાહુલ કાનજીભાઇ (રહે.શિવશરણમ સોસાયટી, રાધનપુર રોડ, મહેસાણા) ની અટકાયત કરી બંને શખ્સો પાસેથી બે મોબાઇલ અને રૂ.1.25 લાખની કાર મળી કુલ રૂ.1,73,160 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.