સુરતમાં વેલંજા કેનાલ રોડ પર દોડતી કારમાં અચાનક આગ લાગી ગઈ

0
12

સુરતના વેલંજા કેનાલ રોડ પર મહિન્દ્રા કંપનીની દોડતી કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. કાર ચાલક બેંક કર્મચારી કારમાંથી બહાર નીકળી જતા બચાવ થયો હતો. વહેલી સવારે 6 વાગ્યાની ઘટના બાદ સુરત ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયું હતું. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, આખી કાર ગણતરીની મિનિટોમાં બળીને ખાખ થઈ ગઈ હતી.

કાર રોડ બાજુએ પાર્ક કરી દીધી હતી

કાર માલિક બંકીમ ચૌધરીએ જણાવ્યું હતું કે હું અડાજણ એલ પી સવાણી પાસેના અભિષેક રેવન્યુમાં રહું છું અને અમદાવાદની એક બેંકના ફાયનાન્સ વિભાગમાં કામ કરૂં છું. રજાના દિવસમાં સુરત ઘરે પરિવાર પાસે આવ્યો હતો. આજે સવારે કાર ડ્રાઈવ કરી અમદાવાદ જતો હતો. અચાનક કારની હેડ લાઈટ બંધ થઈ ગઈ ત્યારબાદ બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેથી કાર રોડ બાજુએ પાર્ક કરી નીચે ઉતરી પાણીની શોધમાં આજુબાજુ ગયો અને પરત ફરીને આવતા કાર સળગવા લાગી હતી. કેટલાક રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા.

કારમાં આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન

વધુમાં જણાવ્યું હતું કે, ફાયરને જાણ કરી લોકો આગને કાબૂમાં લેવા મહેનત કરી રહ્યા હતા. ફાયરના જવાનોએ આવીને પાણીનો મારો કરી આગને સંપૂર્ણ કાબૂમાં લઈ લીધી હતી. દોડતી કારમાં આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. કાર સાડા ત્રણ વર્ષ જૂની છે. કંપનીને જાણ કરી આગળની કાર્યવાહી કરી રહ્યો છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here