Wednesday, September 28, 2022
Homeગુજરાતસુરતમાં કાર લઈને ચોરી કરવા આવનાર રિવોલ્વર સાથે ઝડપાયો

સુરતમાં કાર લઈને ચોરી કરવા આવનાર રિવોલ્વર સાથે ઝડપાયો

- Advertisement -

સુરતમાં અલગ અલગ જગ્યાએ મોંઘી કાર લઈને ચોરી કરતા બે ઇસમોને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.જ્યારે આ આરોપીઓ પાસેથી એક રિવોલ્વર પણ કબ્જે કરી અને એક મોંઘી કાર પણ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.

દીલ્હી,બેંગ્લોર પંજાબ અને બિહારમાં છેલ્લાં 10 વર્ષથી જેગુઆર અને ઔડી જેવી કાર લઇ ચોરી કરતો અને વતન બિહારમાં ગરીબોને મદદ કરવાને કારણે રોબિન હુડ તરીકે પંકાયેલો ચોર ઇરફાન ઉર્ફે ઉજાલેને સુરત ક્રાઇમ બ્રાન્ચે પિસ્ટલ સાથે ઝડપી લીધો હતો. જુલાઇ મહિનામાં તેણે ઉમરા ગામ રઘુવીર સોસાયટીમાંથી 6.61લાખની ચોરી કર્યાની કબુલાત કરી હતી. તેની પાસેથી એક પિસ્ટલ પણ પોલીસને મળી હતી.ગત 27મીએ ઉમરા ગામ રઘુવીર સોસાયટીમાં દાગીના, ચાંદીના વાંસણો, રોકડ અને મોંઘા બુટ સહિતની ચોરી થઇ હતી. હીરાના લેસર મશીનના વ્યવસાય સાથે સંકળાયેલાં વેપારીએ સીસીટીવી ચેક કરતાં આખો મામલો બહાર આવ્યો હતો તેના આધારે પોલીસે તપાસ કરી હતી.

પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા ગાર્ડન તરફથી સ્લાઇડિંગ બારીના કાચ ખોલી પ્રવેશતો એક યુવાન દેખાઇ આવ્યો હતો. ચોરીની ટ્રીકથી જ પોલીસ સમજી ગઇ હતી કે આ કોઇ ઠંગ ચોર છે. પોલીસે આ બંગ્લા સુધી આવતા જતાં વાહનોના ફૂટેજ તપાસમાં એક કાર શંકાસ્પદ જણાઇ આવી હતી. લીંબાયતના મદનપુરા વિસ્તારમાં આ કાર દેખાઇ આવતાં પોલીસે કાર સાથે બિહારના સીતામઢી જિલ્લાનાં જોગીયા ગામનાં ઇરફાન ઉર્ફે ઉજાલે અખ્તર શેખ (ઉ.વ. 34) તથા બિહારના જ વતની અને હાલ હૈદરાબાદમાં રહેતાં મુજમ્મીલ ગુલામરસુલ શેખને ઝડપી લીધા હતા. તેમની પાસેથી એક કાર ઉપરાંત ચોરી કરેલાં 2.01લાખની કિંમતનાં દાગીના તથા એક પિસ્ટલ અને એક કાર્ટિજ સાથે ઝડપી લીધો હતો. 2017માં ઇરફાન દીલ્હી પોલીસને હાથે ઝડપાયો હતો ત્યારે તેના કારનામાની ખબર પડી હતી. મોંઘા શોખ અને અનેક ગર્લફ્રેન્ડ રાખતાં આ ચોરે ગામમાં છોકરીઓનાં લગ્નો, આરોગ્ય કેમ્પ, ગામના રસ્તા રિપેર સહિતના અનેક સારો કાર્યોમાં આર્થિક મદદ કરી હોઇ તે ત્યાં રોબિન હુડ તરીકે પંકાયો હતો. ગામના લોકો તેની પત્નીને જિલ્લા પરિષદ તરીકે ચૂંટી લાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular