શહેરના સચિન વિસ્તારમાં મકાન ખાલી કરવા માટે દબાણ કરી માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. સાટાખત કરીને રૂપિયા લીધા બાદ સોદો કેન્સલ કર્યો હતો. આ અંગે સચીન પોલીસે પિતા-પુત્રો સામે ગુનો નોંધ્યો છે.
કટકે કટકે રૂપિયા એકઠા કર્યા હતા
સચિનના ગોકુલ નગરમાં રહેતા અને લુમ્સના કારખાનામાં મજૂરી કામ કરતા રવિરાજ લલનપ્રસાદ મહતોએ પડોશમાં રહેતા કાશીનાથ મિશ્રા પાસેથી મકાનનો સોદો નક્કી કર્યો હતો. આ માટે બાના પેટે પહેલા 50 હજાર અને પછી 2.50 લાખ ત્યાર પછી 3 લાખ અને 1 લાખ કિશનમોહનના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ઉપરાંત રૂપિયાની જરૂર હોવાથી તેની દીકરીને 1 લાખની રકમ આપી હતી.
જાનથી મારવાની ધમકી આપી હતી
કુલ 8 લાખની રકમ આપી મકાનનું સાટાખત કરી આપ્યું હતું. થોડા દિવસો પછી મકાન વેચવાનું નથી એમ કહી સોદો કેન્સલ કરી નાખ્યો હતો. પછી 2.50 લાખની રકમ રીટર્ન આપી બાકીની રકમ આપી ન હતી. ઉપરથી 13મી ડિસેમ્બરે પિતા-પુત્રો ઘર ખાલી કરાવવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી માર માર્યો હતો. આ કેસમાં સચીન પોલીસે કાશીનાથ શિવજી મિશ્રા, આકાશ કાશીનાથ મિશ્રા અને પ્રકાશ કાશીનાથ મિશ્રા સામે ગુનો નોંધ્યો છે.